VIDEO : બસની અંદર બેઠી હતી વ્યક્તિ અને એકાએક બેગમાં થયો બ્લાસ્ટ

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે

VIDEO : બસની અંદર બેઠી હતી વ્યક્તિ અને એકાએક બેગમાં થયો બ્લાસ્ટ

નવી દિલ્હી : Chinaનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ બની ગયો છે. વીડિયો જોઈને બધાને એક ક્ષણ તો ભારે આંચકો લાગી જશે. આ વીડિયોમાં દેખાય છે કે બસમાં એક વ્યક્તિના પગ પાસે પડેલી બેગમાં રહેલી પાવર બેંક એકાએક ફાટી પડી અને આગની જ્વાળાઓ નીકળવા લાગી.  આ ઘટનામાં વ્યક્તિને ભારે ઇજા નથી પહોંચી એ રાહતની વાત છે. ચીનના ગુઆંગજોમાં આ દુર્ઘટના બની હતી. સીસીટીવીમાં આ દુર્ઘટના કેદ થઈ ગઈ હતી. 

જે વ્યક્તિ પાસેની બેગમાં બ્લાસ્ટ થયો હતો તેણે બચવા માટે ઘણોબધો સંઘર્ષ કરવો પડ્યો હતો પણ આખરે તેણે બેગને દુર ફેંકી દીધી હતી. આ ઘટના પછી આસપાસના લોકો દુર ભાગી ગયા હતા. Shanghaiistના સમાચાર પ્રમાણે આ દુર્ઘટના પછી વ્યક્તિએ બેગને બહાર ફેંકી દીધી હતી કારણ કે બેગમાં રાખેલી પાવર બેંકમાંથી સતત સ્પાર્ક થઈ રહ્યો હતો.  જોકે, આ દુર્ઘટનાના કારણે બસમાં કોઈને નુકસાન થયું નહોતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news