ખુબ જ ડરામણો છે આ VIDEO, કાચાપોચા હ્રદયના લોકો પ્લિઝ ન જોતા

આજકાલ લોકો ફેમસ થવા માટે જાત જાતના ગતકડા કરે છે. લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવવા માટે કોઈ પણ જોખમ ઉઠાવવા માટે તૈયાર રહે છે.

ખુબ જ ડરામણો છે આ VIDEO, કાચાપોચા હ્રદયના લોકો પ્લિઝ ન જોતા

નવી દિલ્હી: આજકાલ લોકો ફેમસ થવા માટે જાત જાતના ગતકડા કરે છે. લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવવા માટે કોઈ પણ જોખમ ઉઠાવવા માટે તૈયાર રહે છે. ખતરનાક જગ્યાઓ પર સેલ્ફી લઈને તેને સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ખતરનાક સ્ટંટવાળા વીડિયો બનાવવા લાગે છે. પરંતુ આ બધા વચ્ચે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકે છે અને ક્યારેક તો તે જીવલેણ પણ  સાબિત થાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. એક યુવતી જીવતો ઓક્ટોપસ ખાવાની કોશિશ કરે છે પરંતુ તેનો દાવ ઉલટો પડે છે અને ઓક્ટોપસ સીધો તેના પર એટેક કરે છે. 

વાઈરલ વીડિયો ચાઈનીઝ બ્લોગર Kuaishouનો છે. જે સોશિયલ મીડિયા પર 'સીસાઈડ ગર્લ લિટલ સેવન' (Seaside girl Little Seven) ના નામથી ફેમસ છે. Kuaishouએ લાઈવ સ્ટ્રિમિંગ વખતે એક જીવતો ઓક્ટોપસ પકડ્યો અને તેને ખાવાની કોશિશ કરી, પરંતુ તેની આ કોશિશ તેના પર ભારે પડી ગઈ અને ઓક્ટોપસે સીધો તેના પર હુમલો કરી નાખ્યો અને તના આખા મોઢાં અને નાક તથા આંખમાં તે ખરાબ રીતે ચીપકી જાય છે. Kuaishou તેને મોઢાં પરથી દૂર કરવાની કોશિશ કરે છે અને તે સફળ પણ થાય છે પરંતુ ત્યાં સુધીમાં તો ઓક્ટોપસે તેના મોઢા પર એટેક કરતા તે ઈજાગ્રસ્ત  થઈ જાય છે. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છ કે કેવી રીતે Kuaishou ઓક્ટોપસને પોતાના મોઢામાં નાખીને તેને જીવતો ખાવાની કોશિશ કરે છે. પરંતુ પોતાના આઠ હાથ પગ સાથે ઓક્ટોપસ તેના મોઢાને બરાબર સકંજામાં લઈ લે છે અને ધીરે ધીરે Kuaishouને જ ખાવાની કોશિશ કરવા લાગે છે. આ બધા વચ્ચે મહામહેનતે Kuaishou પોતાની જાતને ઓક્ટોપસના પંજામાંથી છોડાવે છે. 

ઓક્ટોપસથી છૂટકારો મેળવ્યા બાદ બ્લોગરના જીવમાં જીવ આવે છે અને તે હસતાં હસતાં પોતના આગામી વીડિયોમાં તેને ફરી ખાવાની કોશિશ કરવાની વાત કરે છે. પરંતુ જેવું તેનું ધ્યાન તેના ચહેરા પર જાય છે તો ઓક્ટોપસે તેને પહોંચાડેલી ઈજામાંથી લોહી વહી રહ્યું હોય છે અને તે દંગ રહી જાય છે. રોતા રોતા કહે છે કે આના કારણે જ મારો ચહેરો ખરાબ થઈ ગયો. આ બાજુ સોશીયલ મીડિયા પર Kuaishouને આ માટે ખુબ ટીકાઓનો સામનો કરવો પડી  રહ્યો છે. આખરે તે આવો એક જીવિત જાનવર કેવી રીતે ખાઈ શકે. લોકો આ વીડિયોને લઈને Kuaishouને ખુબ જ ખરી ખોટી સંભળાવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news