8માં પગાર પંચ અંગે આવ્યા સારા સમાચાર! સરકારી કર્મચારીઓની આ માંગણી થઈ શકે છે પૂરી, બદલાશે સરકારનો મૂડ?

8માં પગાર પંચ અંગે આવ્યા સારા સમાચાર! સરકારી કર્મચારીઓની આ માંગણી થઈ શકે છે પૂરી, બદલાશે સરકારનો મૂડ?

કેન્દ્રમાં એકવાર ફરીથી મોદી સરકાર બનવા જઈ રહી છે. નવી સરકાર પાસે નવી આશાઓ હશે. એવી અટકળો લાગી રહી છે કે સરકારનો મૂડ બદલાશે અને કર્મચારીઓ પર મહેરબાન થશે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ નવી સરકાર હવે 8માં પગાર પંચ અંગે ચર્ચા શરૂ કરી શકે છે. જો કે તેની કોઈ ટાઈમલાઈન નથી. પરંતુ જલદી તેના પર વિચાર વિમર્શ થઈ શકે છે. આશા છે કે આગામી વર્ષ સુધીમાં મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. 

8th Pay Commission: આગામી પગાર પંચની તૈયારી
કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં મોટો વધારો થઈ શકે છે. આગામી વર્ષે આ ભેટ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને આપી શકે છે. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે 8મું પગાર પંચ નહીં આવે પરંતુ હવે આશા છે કે હવે આગામી પગાર પંચની તૈયારીઓ શરૂ થશે. જો કે સરકારે હજુ સુધી એ વાત પર કોઈ સહમતિ વ્યક્ત નથી કરી કે નવું પગાર પંચ લાવશે. સરકારી સૂત્ર જણાવે છે કે સરકારમાં નવી ઢબે તેના પર ચર્ચા શરૂ થશે. ચોમાસુ સત્રમાં પણ તેના પર ચર્ચા શક્ય છે. કર્મચારીઓની સતત માંગણી બાદ આગામી પગાર પંચ પર ચર્ચા શક્ય છે. 

પગારમાં ઉછાળો
સૂત્રોનું માનીએ તો 8માં પગાર પંચમાં કર્મચારીઓના પગારાં સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. સૂત્ર એવું પણ જણાવે છે કે હાલ નવા પગાર પંચમાં શું આવશે અને શું નહીં તે કહેવું મુશ્કેલ છે. સવાલ એ પણ છે કે તેને લઈને શું કોઈ પ્લાનિંગ કમિશન પણ બનશે કે પછી આ જવાબદારી પણ નાણા મંત્રાલય નિભાવશે. આશા છે કે આગામી બે મહિનામાં કમિટીની રચના થઈ શકે છે. ત્યારબાદ જ કર્મચારીઓના પગારમાં ઈન્ક્રીમેન્ટ ફોર્મ્યૂલા અંગે કઈ નક્કી થઈ શકે છે. 

ક્યાં સુધીમાં આવી શકે
સૂત્રોનું માનીએ તો 8માં પગાર પંચની રચના વર્ષ 2025માં થઈ જવી જોઈએ. જ્યારે તેને એક વર્ષની અંદર લાગૂ કરવામાં આવી શકે છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબદરસ્ત ઉછાળો આવી શકે છે. 7માં પગાર પંચની સરખામણીમાં 8માં પગાર પંચમાં અનેક ફેરફાર શક્ય છે. ફિટમેન્ટ ફેક્ટર અંગે પણ કેટલાક ફેરફાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં સરકાર 10 વર્ષમાં એક વખત પગાર પંચની રચના કરતી હતી. 

કેટલો પગાર વધશે
7માં પગાર પંચની સરખામણીમાં 8માં પગાર પંચમાં જો બધુ ઠીક થઈ જાય તો કર્મચારીઓના પગારમાં સૌથી મોટો ઉછાળો આવવાની આશા છે. કર્મચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર વધીને 3.67 ગણું પહોંચી જશે. આ સાથે જ ફોર્મ્યૂલા જે પણ હોય, કર્મચારીઓના બેઝિક પગારમાં 44.44% જેટલો તોતિંગ પગાર વધી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news