Video : ગોલ્ડન સાડીમાં સજીધજીને દીપિકા પહોંચી બાપ્પાના દરબારમાં

એક અઠવાડિયા પહેલાં પતિ રણવીર સિંહ (Ranveer Singh) સાથે લંડનથી ભારત પરત આવેલી દીપિકા પાદુકોણ (Deepika Padukone) બુધવારે બાપ્પાના દર્શન કરતી જોવા મળતી હતી.

Video : ગોલ્ડન સાડીમાં સજીધજીને દીપિકા પહોંચી બાપ્પાના દરબારમાં

નવી દિલ્હી : એક અઠવાડિયા પહેલાં પતિ રણવીર સિંહ (Ranveer Singh) સાથે લંડનથી ભારત પરત આવેલી દીપિકા પાદુકોણ (Deepika Padukone) બુધવારે બાપ્પાના દર્શન કરતી જોવા મળતી હતી. દીપિકા બુધવારે રાત્રે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગ ચા રાજા (Lalbaugchaa Raja)ના દર્શન માટે પહોંચી હતી. આ સમયે તે ખૂબસુરત ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. દીપિકાએ હેવી વર્કવાળી સાડી સાથે લાંબા ઝુમકાં પહેર્યા હતા. 

A post shared by Queens (@queensofbollywood_) on

લાલબાગ ચા રાજાના પંડાલમાં બાપાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ પંડાલમાં દર વર્ષે ખૂબ ભીડ રહે છે. એવામાં કોઈ સેલિબ્રિટી દર્શન કરવા આવે ત્યારે કેટલી મુશ્કેલી સર્જાય છે તેનો અંદાજો લગાવી શકો છો. ત્યારે આવી જ ભીડમાં દીપિકા ફસાઈ ગઈ અને તેને બહાર કાઢતા તેના બોડીગાર્ડને આંખે પાણી આવી ગયા. ભીડમાં ફસાયેલી દીપિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફિલ્મોની વાત કરીએ તો દીપિકા હવે મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરી 2020માં રિલીઝ થશે. આ સિવાય તેણે ’83’નું શૂટિંગ પણ કર્યું છે. આ ફિલ્મમાં દીપિકા લગ્ન બાદ પહેલીવાર રણવીર સાથે કામ કરશે. ફિલ્મમાં રણવીર કપિલ દેવના રોલમાં જોવા મળશે અને દીપિકા તેની પત્નીનો રોલ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news