આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 30 એપ્રિલ સુધી પ્રતિબંધ, DGCA એ જાહેર કર્યો નિર્દેશ

સરકારના નિર્ણય બાદ દેશમાં 30 એપ્રિલ સુધી નહીં ચાલે કોઈ કોમર્શિયલ ફ્લાઇટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભારતથી બહાર જશે નહીં અને ન બીજા દેશમાંથી કોઈ ફ્લાઇટ ભારત આવશે. પરંતુ આ દરમિયાન વંદે ભારત મિશન (Vande Bharat Mission) હેઠળ જારી વિશેષ ઉડાનો પહેલાની જેમ યથાવત રહેશે. 

આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 30 એપ્રિલ સુધી પ્રતિબંધ, DGCA એ જાહેર કર્યો નિર્દેશ

નવી દિલ્હીઃ કોરોના મહામારી (Corona Pandemic) એ ફરી હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો છે. દેશમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Passenger Flights) પર લાગેલો પ્રતિબંધ વધારી દીધો છે. હવે આ પ્રતિબંધ 30 એપ્રિલ 2021 સુધી અમલમાં રહેશે. 

પહેલા આ પ્રતિબંધ 31 માર્ચ સુધી હતો, પરંતુ હવે તેને એક મહિના માટે વધારી દેવામાં આવ્યો છે. પરંતુ આ પ્રતિબંધ માલ વાહક વિમાનો  (Cargo Operations) અને DGCA ની મંજૂરીથી ચલાવવામાં આવતી ઉડાનો પર લાગૂ થશે નહીં. 

આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ વધારવાનું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. DGCA દ્વારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઉડાનો પર પ્રતિબંધ માટે 26 જૂન 2020ના જારી આદેશમાં સામાન્ય ફેરફાર કરતા પ્રતિબંધને 30 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યો છે. 

આ નિર્ણય બાદ દેશમાં 30 એપ્રિલ સુધી નહીં ચાલે કોઈ કોમર્શિયલ ફ્લાઇટ
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભારતથી બહાર જશે નહીં અને ન બીજા દેશમાંથી કોઈ ફ્લાઇટ ભારત આવશે. પરંતુ આ દરમિયાન વંદે ભારત મિશન (Vande Bharat Mission) હેઠળ જારી વિશેષ ઉડાનો પહેલાની જેમ યથાવત રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news