Budget 2020: આ 5 પોઈન્ટ પર ફોકસ, ખેડૂતો માટે થઈ અનેક મહત્વની જાહેરાતો, જાણવા કરો ક્લિક

નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ રજુ કરી રહ્યાં છે. લડખડાતી ઈકોનોમીને સપોર્ટ આપવા માટે તેમમે ગ્રામીણ ઈકોનોમીને બજેટમાં શું આપ્યું તે ખુબ મહત્વનું છે. નાણામંત્રીએ કહ્યું કે ગરીબ તબક્કાનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે મક્કમ છે. ખેડૂતોની આવક વધારવા માટે 16 મહત્વના નિર્ણયો લેવાયા છે. 

Budget 2020: આ 5 પોઈન્ટ પર ફોકસ, ખેડૂતો માટે થઈ અનેક મહત્વની જાહેરાતો, જાણવા કરો ક્લિક

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ રજુ કરી રહ્યાં છે. લડખડાતી ઈકોનોમીને સપોર્ટ આપવા માટે તેમમે ગ્રામીણ ઈકોનોમીને બજેટમાં શું આપ્યું તે ખુબ મહત્વનું છે. નાણામંત્રીએ કહ્યું કે ગરીબ તબક્કાનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે મક્કમ છે. ખેડૂતોની આવક વધારવા માટે 16 મહત્વના નિર્ણયો લેવાયા છે. તેમણે કહ્યું કે કૃષિ બજારોમાં કામકાજના સુધારની જરૂર છે. અમે સસ્ટેનેબલ ક્રોપિંગ પેટર્ન પર કામ કરી રહ્યાં છીએ. ખેડૂતોને પીએમ ખેડૂત યોજનાનો લાભ મળી રહ્યો છે. આ ઉપરાંત પીએમ કુસુમ સ્કીમ દ્વારા 20 લાખ ખેડૂતોને સોલર પંપ ઉપલબ્ધ કરાવાશે અને 100 દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓના વિકાસ પર કામ થશે. 

બજેટમાં ખેડૂતો માટે થયેલી મહત્વની જાહેરાતો

16 સૂત્રીય યોજના

1. મોર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરાવવો.
2. 100 જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના ચલાવવામાં આવશે જેથી કરીને ખેડૂતોને પાણીની મુશ્કેલી ન પડે.
3. પીએમ કુસુમ સ્કીમ દ્વારા ખેડૂતોના પંપને સોલર પંપ સાથે જોડવામાં આવશે. જેમાં 20 લાખ ખેડૂતોને યોજના સાથે જોડાશે. આ ઉપરાંત 15 લાખ ખેડૂતોના ગ્રિડ પંપને પણ સોલર સાથે જોડાશે. 
4. ફર્ટિલાઈઝરનો બેલેન્સ ઉપયોગ કરવો, જેથી કરીને ખેડૂતોને પાકમાં ફર્ટિલાઈઝરના ઉપયોગની જાણકારી વધારી શકાય. 
5. દેશમાં રહેલા વેર હાઉસ, કોલ્ડ સ્ટોરેજ,ને નબાર્ડ પોતાના અંડરમાં લેશે અને નવી રીતે તેને ડેવલપ કરાશે. દેશમાં હજુ વધુ વેર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. તે માટે પીપીપી મોડલ અપનાવવામાં આવશે. 
6. મહિલા ખેડૂતો માટે ધન્ય લક્ષ્મી યોજનાની જાહેરાત જે હેઠળ બીજ સંબંધિત યોજનાઓમાં મહિલાઓને મુખ્ય રીતે જો઼ડવામાં આવશે. 
7. દૂધ, માછલી, સહિત ખરાબ થઈ જતી વસ્તુઓ માટેની યોજનાઓ માટે રેલવે દોડાવવામાં આવશે. 
8. ખેડૂતો પ્રમાણે One Product-One District યોજના પર ફોકસ  કરાશે.
9. કૃષિ ઉડાણ યોજના શરૂ કરાશે. ઈન્ટરનેશનલ, નેશનલ રૂટ પર આ યોજનાને શરૂ કરાશે.
10. જૈવિક ખેતી દ્વારા ઓનલાઈન માર્કેટ વધારાશે.
11. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાને 2021 માટે વધારવામાં આવશે. 
12. દૂધના પ્રોડક્શનને વધારવા માટે સરકાર તરફથી યોજના ચલાવવામાં આવશે. 2025 સુધીમાં દૂધનું ઉત્પાદન બમણું કરવાનો લક્ષ્યાંક.
13. મનરેગાની અંદર ચારાગાહને પણ જોડાશે. 
14. બ્લ્યુ ઈકોનોમી દ્વારા માછલી પાલનને પ્રોત્સાહન અપાશે. ફિશ પ્રોસેસિંગને પ્રોત્સાહન અપાશે. 
15. યુવા અને મત્સ્ય વિસ્તાર ઉપર પણ કામ કરાશે.
16. ખેડૂતોને અપાતી મદદને દીન દયાળ યોજના હેઠળ વધારવામાં આવશે. 

જુઓ LIVE TV

પીએમ કિસાન યોજનાથી મળ્યો લાભ
પીએમ કિસાન યોજનાથી ખેડૂતોને લાભ મળ્યો છે. અમે ખેડૂતોના વિકાસ માટે 16 પોઈન્ટનો એક્શન પ્લાન તૈયાર કર્યા છે. જેનાથી પશુપાલન અને માછલી પાલન જેવા કામોમાં ફાયદો મળશે. 

આ પાંચ પોઈન્ટ પર બન્યું છે બજેટ

1. શિક્ષણ અને સારી નોકરી માટે
2. બધાનો સાથ બધાના વિકાસ માટે આવ્યું છે આ  બજેટ. પ્રાઈવેટ સેક્ટરને પ્રોત્સાહન અપાશે.
3. સમાજમાં સૌથી પછાત વર્ગના લોકોના વિકાસ માટે છે આ બજેટ.
4. ગત વર્ષે 16 લાખથી વધુ નવા કરદાતા ઉમેરાયા. આ વર્ષે આવકવેરા રિટર્ન માટે ફોર્મ વધુ સરળ થશે. 
5. આપણા લોકો પાસે રોજગાર હોવો જોઈએ. આ બજેટ તેમની આવક સુનિશ્ચિત કરવા અને તેમની કાર્યશક્તિ વધારવા માટે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news