સોનું કરી દેશે માલામાલ, ટૂંક સમયમાં મળશે ખરીદીની શાનદાર તક

સોનું કરી દેશે માલામાલ, ટૂંક સમયમાં મળશે ખરીદીની શાનદાર તક

કોમોડિટી માર્કેટમાં હાલમાં સોનાના ભાવમાં ખૂબ ઉછાળો જોવા મળી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે આ ઉછાળો ચાલુ રહેશે અને સોનું માર્ચના અંત સુધી 35,000ના સ્તરને પાર કરી જશે. સોમવારે સોનાની કિંમત 33,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. માર્કેટ વિશેષજ્ઞોનું માનીએ તો 33,000ના સ્તર પર સોનું ખરીદવું લાભ થશે. એક મહિનાની અંદર આ 2,000 રૂપિયા પ્રતિ ગ્રામનો ફાયદો આપી શકે છે. 

નવા વર્ષથી સોનામાં સતત તેજી જોવા મળી રહી છે. તેની પાછળ માનવામાં આવી રહ્યું છે કે સુરક્ષિત રોકાણ તરીકે ગોલ્ડની માંગ સતત વધી રહી છે. ગ્લોબલ રોકાણની ચિંતાથી રોકાણકારોનું વલણ સુરક્ષિત રોકાણ તરફ વધુ છે. આ ઉપરાંત શેર બજારમાં અનિશ્વિતતાથી પણ લોકોનું વલણ સોના તરફ થયું છે. આ બધા ઉપરાંત ડોલરના મુકાબલે રૂપિયામાં નબળાઇને પણ ગોલ્ડમાં તેજીનું કારણ ગણવામાં આવી રહ્યું છે. 

નવા વર્ષમાં સતત તેજી
ફેબ્રુઆરીની વાત કરીએ તો વિદેશી બજારમાં મોંઘી ધાતુઓના ભાવમાં આવેલી તેજીથી ઘરેલૂ વાયદા બજારમાં પણ 31 જાન્યુઆરીથી સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. ઘરેલૂ વાયદા બજારમાં સોનું 33,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જતું રહ્યું. દેશના સૌથી મોટા વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ) પર જાન્યુઆરીમાં સોનાના ભાવ 5.73 ટકાની તેજી નોંધાઇ છે, જ્યારે ગત મહિને 3.81 ટકાની નોંધાઇ હતી.

નબળા રૂપિયાથી સોનું મજબૂત
વિશેષજ્ઞોના અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં આવેલી નબળાઇના લીધે સોના અને ચાંદીના પ્રત્યે રોકાણકારોનું  વલણ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કોમેક્સ પર સોનાના ભાવ સતત ચોથા મહિને તેજીનો સિલસિલો ચાલુ રહ્યો અને આગળ પણ સિલસિલો ચાલુ રહેશે. 

ખરીદીમાં છે સમજદારી
આંતરરાષ્ટ્રીય બજારમાં એપ્રિલ ડિલીવરી સોનાના વાયદા ભાવ 1,300 ડોલર પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગયો છે, જોકે 24 એપ્રિલ 2018 બાદ સૌથી ઉંચા સ્તર પર છે. 24 એપ્રિલના રોજ કોમેક્સ પર સોનું 1,331.70 ડોલર પ્રતિના સ્તર પર ગયું હતું. એમસીએક્સ પર સોનાના ફેબ્રુઆરી વાયદા કરાર 33,400 રૂપિયા પ્રતિ ગ્રામ પર કારોબાર ચાલી રહ્યો છે. 

કોમોડિટી એક્સપર્ટ આનંદ રાઠી કોમોડિટી અનુસાર માર્ચ મધ્ય સુધી સોનું 35,000 લેવલ સુધી પહોંચી જશે. એટલા માટે એપ્રિલ વાયદા 33,000 રૂપિયા પર ખરીદવામાં ફાયદો હશે. ગોલ્ડમાં ઘટાડા દરમિયાન ખરીદીમાં સમજદારી છે. થોડા દિવસોમાં તેમાં ઘટાડો જોઇ શકાશે. હવે માર્કેટ 33,400 નજીક છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news