અરૂણ જેટલીના પરિવારમાં છે એકથી એક ચડે એવા ધુરંધરો, સસરા તો હતા પાક્કા કોંગ્રેસી
બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે 24 ઓગસ્ટના બપોરે નિધન થયું છે.
Trending Photos
મુંબઈ : બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે 24 ઓગસ્ટના બપોરે નિધન થયું છે. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત એઈમ્સમાં એડમિટ હતા. રવિવારે બપોરે 12.07 મિનીટ પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ તેમને 9 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગત દિવસોમાં અરુણ જેટલીને એકસ્ટ્રાકારપોરલ મેંબ્રેન ઓક્સિજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બૈલૂન (IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ગત કેટલાક મહિનાઓથી ફાઈનાન્સ મંત્રીની તબિયત સતત કથળી રહી હતી. ખરાબ હેલ્થને કારણે તેમણે 2019નું લોકસભા ઈલેક્શન ન લડવાનો નિર્ણય લીધો હતો અને ખુદને મોદી કેબિનેટ-2માં સામેલ ન કરવા માટે પણ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. અરૂણ જેટલી જેટલા સક્રિય રાજકારણી હતા એટલા જ ફેમિલી મેન હતા. તેઓ પોતાના પરિવારના બહુ નજીક હતા. અરૂણ જેટલીનો પરિવાર વકીલોનો પરિવાર ગણી શકાય અને તેમના પરિવારમાં એકથી એક ચડે એવા ધુરંધરોનો સમાવેશ થાય છે.
અરૂણ જેટલીના પિતા મહારાજ કિશન જેટલી બહુ જાણીતા વકીલ હતા. અરૂણ જેટલીએ પણ પિતાના પગલે પહેલાં વકીલાતનો જ વ્યવસાય અપનાવ્યો હતો અને પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અરૂણ જેટલીએ જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસી નેતા ગિરધારી લાલ ડોગરાની દીકરી સંગીતા સાથે 1982માં લગ્ન કર્યા હતા. અરૂણ જેટલીના સસરા કોંગ્રેસના વગદાર નેતા હતા અને તેમણે 26 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીરના ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે જવાબદારી નિભાવી હતી. અરૂણ અને સંગીતાના બે સંતાનો દીકરો રોહન અને દીકરી સોનાલી તથા જમાઈ જયેંશ બક્ષી પણ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે