કોરોનાને કારણે સતત ઘટી રહ્યા છે સોના અને ચાંદીના ભાવ, આટલા સસ્તામાં સોનું ક્યારે નહી મળે

અખાત્રીજનાં પ્રસંગે ભલે સોનાની ખરીદી કોઇ ન કરી શક્યું હોય પરંતુ કહેવાય છે કે, સોનું ખરીદવા માટે કોઇ પણ સમય ખરાબ નથી. જો તેની કિંમતમાં કોઇ ઘટાડો થાય તો અનેક લોકો સોનું ખરીદતા પણ હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. તો પછી રાહ કઇ બાબતની જોઇ રહ્યા છો, ઝડપથી આ સ્ટોરી વાંચો અને સોનુ ખરીદવા માટે આગળ વધો.
કોરોનાને કારણે સતત ઘટી રહ્યા છે સોના અને ચાંદીના ભાવ, આટલા સસ્તામાં સોનું ક્યારે નહી મળે

નવી દિલ્હી : અખાત્રીજનાં પ્રસંગે ભલે સોનાની ખરીદી કોઇ ન કરી શક્યું હોય પરંતુ કહેવાય છે કે, સોનું ખરીદવા માટે કોઇ પણ સમય ખરાબ નથી. જો તેની કિંમતમાં કોઇ ઘટાડો થાય તો અનેક લોકો સોનું ખરીદતા પણ હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. તો પછી રાહ કઇ બાબતની જોઇ રહ્યા છો, ઝડપથી આ સ્ટોરી વાંચો અને સોનુ ખરીદવા માટે આગળ વધો.

સોનાનાં ભાવમાં મંગળવારે બજાર ખુલતાની સાથે જ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સવારે લગભગ 10.00 વાગ્યે સોનુ મલ્ટી કોમોટિડી એક્સચેન્જ પર 382 રૂપિયાના ઘટાડા સાથે 46 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામનાં સ્તર પર ખુલ્યું.  MCX પર ચાંદીના ભાવોમાં પણ ઘટાડો થયો છે. ચાંદી 422 રૂપિયા પ્રતિ કિલોના ઘટાડા સાથે 41535 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહી છે.

કોરોના વાયરસનાં કહેરના કારણે આર્થિક માર્કેટની સ્થિતી ખુબ જ ખરાબ છે. જો કે જાણકારો વારંવાર Gold ની કિંમતો વધવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. તેમનો તર્ક છે કે, દેશ અને દુનિયામાં જ્યારે આર્થિક સંકટ આવે છે તો રોકાણકારો માટે રોકાણની પહેલી પસંદ સોનું જ બનાવે છે. 

આ કિંમતો સોનુ ખરીદવું ફાયદાનો સોદો
સોનાની કિંમતો પર નજર રાખનારા જાણકારોનું અનુમાન છે કે જુન 2020 સુધીમાં ભારતમાં સોનુ 52 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી શખે છે. ઇન્ડિયા બુલિયન એન્ટ જ્વેલર્સ એસોસિએશ (IBJA) નાં નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના અનુસાર ભારતમાં સોનાનો ભાવ 50 હજાર રૂપિયાથી 52 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે. કારણ કે ભારતીયો તેને પોતાના સંકટનો સાથી માને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news