Gold Rate Today: બાપરે..આ શું જોવા મળી રહ્યું છો સોનામાં? ભાવ ફરીથી તૂટ્યા, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: લગ્નગાળો ચાલતો હોવા છતાં સોનાના ભાવમાં સતત ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે સોના અને ચાંદીના શરાફા બજારમાં શું ભાવ છે તે ખાસ જાણો.....

Gold Rate Today: બાપરે..આ શું જોવા મળી રહ્યું છો સોનામાં? ભાવ ફરીથી તૂટ્યા, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

ગઈ કાલે સોનાના ભાવ વધ્યા બાદ આજે ફરી પાછા તૂટ્યા છે. શરાફા બજારમાં સોનું અને ચાંદી બને ગગડી ગયા છે. લગ્નગાળો ચાલતો હોવા છતાં સોનાના ભાવમાં સતત ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે સોના અને ચાંદીના શરાફા બજારમાં શું ભાવ છે તે ખાસ જાણો.....

આજના સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 168 રૂપિયા તૂટીને 62247 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. ગઈ કાલે સોનું 93 રૂપિયા વધીને 62415ની સપાટીએ બંધ  થયું હતું. 916 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 154 રૂપિયા ઘટીને 57018 રૂપિયાની સપાટીએ છે. ચાંદી પણ તૂટી છે. પ્રતિ કિલો 545 રૂપિયા ગગડીને હાલ 71295 રૂપિયાના સ્તરે જોવા મળી રહી છે. 

No description available.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news