2 કરોડ સુધીની લોન પર સરકાર આપી શકે છે મોટી રાહત, થશે મોટો ફાયદો

કોરોનાકાળમાં કમાણીનું માધ્યમ ગુમાવી ચૂકેલા લોનધારકો સામે મોટો સવાલ એ છે કે તે પોતાના ઘર, ગાડીના ઇએમઆઇ કેવી રીતે ભરશે, અને બીજું મોટું સંકટ લોન મોરાટોરિયમ ચક્રવૃદ્ધિ વ્યાજને લઇને છે.

2 કરોડ સુધીની લોન પર સરકાર આપી શકે છે મોટી રાહત, થશે મોટો ફાયદો

નવી દિલ્હી: કોરોનાકાળમાં કમાણીનું માધ્યમ ગુમાવી ચૂકેલા લોનધારકો સામે મોટો સવાલ એ છે કે તે પોતાના ઘર, ગાડીના ઇએમઆઇ કેવી રીતે ભરશે, અને બીજું મોટું સંકટ લોન મોરાટોરિયમ ચક્રવૃદ્ધિ વ્યાજને લઇને છે. પરંતુ હવે સરકારે તેમની મુશ્કેલી સરળ કરી દીધી છે. 

2 કરોડ સુધીની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ નહી
જો કોઇ વ્યક્તિ અથવા કંપનીએ બે કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં લીધી છે અને સરકાર લોનના વ્યાજ પર વ્યાજ નહી વસૂલે. એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનું ચક્કર ખતમ થઇ જશે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું આપીને કહ્યું કે 6 મહિનાની આ લોન મોરાટોરિયમમાં MSME થી લઇને પર્સનલ લોન સુધી સામેલ છે. એટલે કે એવામાં લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ લેવામાં નહી આવે. 

કેન્દ્રએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીને જોતાં વ્યાજની છૂટનો ભાર સરકાર ઉઠાવશે. સરકારે કહ્યું કે ઉપયુક્ત અનુદાન માટે સંસદ પાસેથી પરવાનગી લેવામાં આવશે. 

પેનલની ભલામણ પર સરકારે બદલ્યું વલણ
સુપ્રીમ કોર્ટમાં પહેલાં સરકારે કહ્યું હતું કે તે વ્યાજ પર વ્યાજને માફ ન કરી શકે, કારણ કે તેનાથી બેન્કોની સ્થિતિ પર અસર પડશે. સુપ્રીમ કોર્ટએ ત્યારે લોનધારકોની મદદ માટે પૂર્વ CAG રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલે જે ભલામણ કરી કેન્દ્રએ તેને માનતાં પોતાનો જૂનું વલણ આપ્યું અને હવે ચક્રવૃદ્ધિ વ્યાજ ન લેવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે આગામી સુનાવણી 5 ઓક્ટોબરના રોજ થશે. 

સાવધાન! દેશવ્યાપી હડતાળનું આહવાન, જનજીવન પર પડી શકે છે અસર
 
6 મહિનાના મોરાટોરિયમની આ સુવિધા ફક્ત તે લોનધારકોને મળશે, જેના પર 2 કરોડ સુધી લોન છે, તેનાથી વધુ લોન લેનાર આ સ્કીમમાંથી બહાર રહેશે. 

આ લોનધારકોને મળશે છૂટ
2 કરોડ સુધીના MSME લોન
2 કરોડ સુધીના એજ્યુકેશન લોન
2 કરોડ સુધીના હોમ લોન
2 કરોડ સુધીના ઓટૉ લોન
2 કરોડ સુધીના કંઝ્યૂમર ડ્યૂરેબલ લોન
2 કરોડ સુધીના ક્રેડિટકાર્ડ બાકી રકમ
2 કરોડ સુધીના પર્સનલ, પ્રોફેશનલ લોન
2 કરોડ સુધીના કંજપ્શન લોન

ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તે કંઇક નક્કર યોજના સાથે જ કોર્ટમાં જશે. કોર્ટે કેસને ફરીથી ટાળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે એ પણ કહ્યું હતું કે 31 ઓગસ્ટ સુધી લોનને NPA જાહેર કરવામાં ન આવે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news