ટીવી સેટ ટોપ બોક્સમાં ચિપ લગાવવાની તૈયારીમાં છે સરકાર, તમારી પર રાખશે નજર!

સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલીવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ચિપ જણાવશે કે કઇ ચેનલ જોવામાં આવી અને કેટલીવાર સુધી જોવામાં આવી. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પગલાંનો ઉદેશ્ય દરેક ચેનલના દર્શકોને 'વધુ વિશ્વનિય' આંકડા (વ્યૂઅરશિપ ડેટા) એકત્ર કરવાનો છે.

ટીવી સેટ ટોપ બોક્સમાં ચિપ લગાવવાની તૈયારીમાં છે સરકાર, તમારી પર રાખશે નજર!

નવી દિલ્હી: સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલીવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ચિપ જણાવશે કે કઇ ચેનલ જોવામાં આવી અને કેટલીવાર સુધી જોવામાં આવી. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ પગલાંનો ઉદેશ્ય દરેક ચેનલના દર્શકોને 'વધુ વિશ્વનિય' આંકડા (વ્યૂઅરશિપ ડેટા) એકત્ર કરવાનો છે. અધિકારીએ જણાવ્યું કે 'આના દ્વારા જાહેરાતકર્તાઓ અને ડીએવીપી પોતાની જાહેરાતો પર સમજી વિચારીને ખર્ચ કરી શકશે. ફક્ત તે જ ચેનલોને પ્રચાર મળશે જેમને વ્યાપક રીતે જોવામાં આવે છે.'' જાહેરાત અને વિઝ્યુઅલ પ્રચાર નિયામકની કચેરી (ડીએવીપી) વિભિન્ન મંત્રાલયો અને તેના સંગઠનોની જાહેરાતો માટે સરકારની નોડલ એજન્સી છે.

ડીટીએચ ઓપરેટરોને ચિપ લગાવવા માટે કહેવામાં આવ્યું
નવા પ્રસ્તાવમાં મંત્રાલયે ટ્રાઇને કહ્યું છે, ''પ્રસ્તાવ એ છે કે ડીટીએચ ઓપરેટરોને નવા સેટ ટોપ બોક્સમાં ચિપ લગાવવા માટે કહેવામાં આવશે, આ ચિપ જોવામાં આવતી ચેનલો અને તે કેટલીવાર સુધી જોવામાં આવી તેનો આંકડો આપશે.'' આ પ્રસ્તાવ ડાયરેક્ટ ટૂ હોમ લાઇસન્સ સંબંધિત ઘણા મુદાઓ પર ટ્રાઇ દ્વારા આપવામાં ભલામણો પર મંત્રાલયની પ્રતિક્રિયાનો ભાગ હતો.

વ્યૂઅરશિપના અસલ આંકડા સામે આવશે
અધિકારીએ જણાવ્યું કે મંત્રાલયને લાગે છે કે દૂરદર્શનની વ્યૂઅરશિપને ઓછી કરીને બતાવવામાં આવે છે અને ચિપ લગાવ્યા પછી ચેનલના અસલી વ્યૂઅરશિપના આંકડાઓની જાણકારી મળશે. આ પગલાંનો ઉદ્દેશ્ય દેશમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉંસિલ ઇન્ડીયા (બાર્ક)ના એકાધિકારને ખતમ કરવાનો છે. અધિકારીએ કહ્યું કે બાર્કનો આ પ્રકારનો કોઇ વિકલ્પ નથી. તે એ નથી જણાવતા કે વ્યૂઅરશિપના આંકડા તેણે કેવી રીતે એકઠા કર્યા. તેની પ્રક્રિયા શું છે અને સર્વેનો વિસ્તાર કયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news