તેજી સાથે ખુલી શકે છે ભારતીય શેર બજાર, કોરોના વેક્સીનના સમાચારથી ખુશ Global Markets
અમેરિકી દવા કંપની Modernaએ દાવો કર્યો કે તેની કોરોના વેક્સીન 94.5 ટકા અસરકારક છે, તે પહેલાં ફાઇઝરે દાવો કર્યો હતો કે તેની વેક્સીન 90 ટકા અસરકારક છે, એટલે કે Moderna ની વેક્સીનએ ફાઇઝરથી સારી હોવાનો દાવો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાની વેક્સીન (Corona Vaccine)ના સમાચારથી દુનિયાભરના બજારો (Global Markets)માં જોશ ભરાઇ ગયો છે. કાલે અમેરિકન બજારો (US Markets)માં જોરદાર તેજી જોવા મળી અને આજે પણ તે તેજી યથાવત છે. SGX Nifty માં 40 પોઇન્ટથી વધુની તેજી જોવા મળી રહી છે, આ 12900ની આસપાસ પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અમેરિકન વાયદા બજારમાં Dow Futures 52 પોઇન્ટ ઘટીને Nasdaq Futures 32 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે.
બાકી એશિયાઇ બજારો (Asian Markets)ની વાત કરીએ તો જાપાનની નિક્કેઇ 80 પોઇન્ટ મજબૂત છે, હોંગકોંગના બજારમાં હેંગસેંગ 50 પોઇન્ટ અને ચીનના શંઘાઇ કરી લગભગ ફ્લેટ જ કારોબાર કરી રહ્યો છે.
વિદેશી બજારોમાંથી સંકેત
અમેરિકી દવા કંપની Modernaએ દાવો કર્યો કે તેની કોરોના વેક્સીન 94.5 ટકા અસરકારક છે, તે પહેલાં ફાઇઝરે દાવો કર્યો હતો કે તેની વેક્સીન 90 ટકા અસરકારક છે, એટલે કે Moderna ની વેક્સીનએ ફાઇઝરથી સારી હોવાનો દાવો કર્યો છે. બીજી મોટી વાત એ છે કે Moderna ની વેક્સીનને 2 થી 28 ડિગ્રીના ટેમ્પરેચર પર પણ રાખવામાં આવી શકે છે, જ્યારે ફાઇઝરની વેક્સીનને રાખવા માટે માઇનસ 80 ડિગ્રી ટેમ્પરેચર હોવું જરૂરી છે. મોર્ડર્નાની વેક્સીનને ટ્રાયલ 30 હજારથી વધુ લોકો પર કરવામાં આવ્યો છે.
ક્રૂડ ઓઇલમાં 3 ટકાની તેજી છે, બ્રેંટ ક્રૂડ 44 ડોલર આસપાસ પહોંચી ટ્રેંડ કરી રહ્યો છે. ગોલ્ડ અને ડોલરમાં સીમિત દાયરામાં કારોબાર જોવા મળ્યો છે.
આજની રણનીતિ
અનલિ સિંઘવીના અનુસાર 'જો એકથી વધુ કંપની કોરોનાની વેક્સીન બનાવી રહી છે તો આ ખૂબ સારી વાત છે, કારણ કે વેક્સીન લોકો સુધી જલદી પહોંચી શકશે. દુનિયાભરના બજાર મજબૂતી જોવા મળી રહી છે.
અનલિ સિંઘવીના અનુસાર 'આજે નિફ્ટી માટે સપોર્ટ રેંજ 12700-12750 છે જ્યારે ઉપરી રેંજ 12875-12925 થશે, નિફ્ટી બેંક માટે સપોર્ટ રેંજ 28200-28300 છે અને ઉપરી રેંજ 29000-29175 છે. આજે નિફ્ટીના મુકાબલા નિફ્ટી બેંકમાં ખરીદારીની તક વધુ મળશે. બજારનું ટ્રેંડ તેજી તરફ છે. એટલા માટે દિવસમાં ક્યાંય પણ ખરીદારીની તક મળે તો કરવો જોઇએ, એ જ આજની રણનીતિ હોવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે