Gold Rate: સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ, સતત ઉતાર ચડાવથી સોનું લેવું કે નહીં તેની અસમંજસ
આજે આખા દેશમાં અહોઈ અષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહોઈ પર અનેક લોકો ચાંદી ખરીદવાનું શુભ માને છે. આ ઉપરાંત તહેવારની સીઝન પણ ચાલુ છે. દીવાળી નજીક છે. ત્યારે આજે સવારે સોના અને ચાંદીના ભાવ શું છે તે ખાસ જાણીએ.
Trending Photos
દેશમાં સોનું અને ચાંદી રેકોર્ડ બ્રેક સ્તર પર પહોંચી રહ્યા છે. સોનું લગભગ 80 હજારના સ્તરે પહોંચવાની તૈયારી છે (જીએસટી કાઉન્ટ કરીએ તો 80 હજાર પાર) જ્યારે ચાંદી પણ એક લાખનું સ્તર બ્રેક કરવાની તૈયારીમાં છે (જીએસટી સાથે ગણતરી કરીએ તો લગભગ પાર). આજે આખા દેશમાં અહોઈ અષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહોઈ પર અનેક લોકો ચાંદી ખરીદવાનું શુભ માને છે. આ ઉપરાંત તહેવારની સીઝન પણ ચાલુ છે. દીવાળી નજીક છે. ત્યારે આજે સવારે સોના અને ચાંદીના ભાવ શું છે તે ખાસ જાણીએ.
સોનાએ આપી થોડી રાહત
સતત વધી રહેલા ભાવથી ચિંતાતુર રોકાણકારો અને રિટેલ ખરીદી કરવા માંગતા ગ્રાહકોને થોડી શાંતિ થાય તેવા સમાચાર મળ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના બુધવારના ક્લોઝિંગ રેટ્સમાં ઘટાડો જોવા મળ્યો. જે 11 રૂપિયા ઘટીને 78692 રૂપિયા પર ક્લોઝ થયો. ગઈ કાલે ભારે ઉછાળા સાથે તે 78703 પર ખુલ્યો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ 289 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. ચાંદી તૂટીને 98862 પર ક્લોઝ થઈ હતી. જે સવારે ઉછાળા સાથે 99151 પર ખુલી હતી.
ક્લોઝિંગ રેટ્સમાં સામાન્ય ઘટાડો જોતા પણ લોકોને રાહતના સંકેત લાગી રહ્યા છે. કદાચ ભાવમાં ઘટાડો જોવા મળે. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા બપોરે 12 વાગ્યાની આસપાસ લેટેસ્ટ રેટ્સ જાહેર થશે ત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે કે ઘટાડો તે ખ્યાલ આવશે. પણ હાલ તો ક્લોઝિંગ રેટ્સમાં ઘટાડો જોતા તહેવારો ટાણે કઈક રાહત મળી હોય એવું જણાય છે.
વાયદા બજારમાં ભાવ
ફેસ્ટિવ સીઝનમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી છે. રિટેલ ભાવ ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યા છે. જો કે વાયદા બજારમાં આજે ગોલ્ડ અને સિલ્વરના ભાવ રેકોર્ડ હાઈથી નીચે જોવા મળ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર ઈન્ટ્રાડે માં 2772 ડોલર પર રેકોર્ડ બનાવીને સોનું લગભગ 40 ડોલર ગગડી ગયું. ઘરેલુ બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદી પણ તૂટી.
આજે ટ્રેડની શરૂઆત જો કે લીલા નિશાનમાં થઈ. MCX પર સોનું 181 રૂપિયાની તેજી સાથે 77,993 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જે કાલે 77,812 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 577 રૂપિયાની તેજી સાથે 97,537 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 96,960 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
કેમ સતત ચડી રહ્યું છે સોનું
એક્સપર્ટ્સનું કહેવું છે કે ગોલ્ડની માંગણી વધવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. પહેલું એ કે ગત વર્ષ ઓક્ટોબરમાં ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો. ત્યારબાદથી સતત મધ્યપૂર્વમાં હાલાત ચિંતાજનક છે. જ્યારે પણ અનિશ્ચિતતાનો માહોલ હોય તો સોનાની માંગણી વધી જાય છે. કારણ કે સોનું સુરક્ષિત રોકાણ ગણાય છે. બીજુ, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. 5 નવેમ્બરે મતદાન થશે. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસઅને રિપબ્લિક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ત્રીજુ, અમેરિકામાં આગામી મહિને ઈન્ટરેસ્ટ રેટમાં કમી જોવા મળી શકે છે. જેની અસર પણ સોના પર પડવાની ભીતિ છે.
ખાસ નોંધ:
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે