કોંગ્રેસના 'આ' નેતાના તો મોદી પણ છે ફેન, જાણો તેમના વિશે ખાસ વાતો

નંદન નીલેકણી દેશના મોટા ઉદ્યોગપતિ અને રોકાણકાર છે. તેઓ એન.આર.નારાયણમૂર્તિ અને એસ.ગોપાલક્રિષ્ણન સહિત એ સાત એન્જિનિયરોમાં સામેલ હતાં જેમણે 1981માં ભારતની પ્રસિદ્ધ આઈટી કંપની ઈન્ફોસિસની સ્થાપના કરી. તેઓ એક એવા લીડર પણ છે જેમણે કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડી પરંતુ આમ છતાં મોદી સરકાર પણ તેમની ફેન છે. આજે તેમનો જન્મદિવસ છે તો તેમના વિશે થોડુ વિસ્તૃત જાણીએ.

કોંગ્રેસના 'આ' નેતાના તો મોદી પણ છે ફેન, જાણો તેમના વિશે ખાસ વાતો

અમદાવાદ: નંદન નીલેકણી દેશના મોટા ઉદ્યોગપતિ અને રોકાણકાર છે. તેઓ એન.આર.નારાયણમૂર્તિ અને એસ.ગોપાલક્રિષ્ણન સહિત એ સાત એન્જિનિયરોમાં સામેલ હતાં જેમણે 1981માં ભારતની પ્રસિદ્ધ આઈટી કંપની ઈન્ફોસિસની સ્થાપના કરી. તેઓ એક એવા લીડર પણ છે જેમણે કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડી પરંતુ આમ છતાં મોદી સરકાર પણ તેમની ફેન છે. આજે તેમનો જન્મદિવસ છે તો તેમના વિશે થોડુ વિસ્તૃત જાણીએ.

તેમનો જન્મ 2 જૂન 1955ના રોજ બેંગ્લુરુમાં થયો હતો. તેમના પિતા મોહનરાવ નીલેકણી અને માતાનું નામ દુર્ગા છે. શરૂઆતનો અભ્યાસ ધારવાડ સ્થિત બિશપ કોટન બોય્ઝ સ્કૂલ અને સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાં કર્યો. કોલેજનો અભ્યાસ કર્ણાટક પીયૂ કોલેજ, ધારવાડમાંથી કર્યો અને ત્યારબાદ 1978માં આઈઆઈટી બોમ્બથી ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં બીટેક કર્યું.

તેમની કેરિયરની શરૂઆત મુંબઈ સ્થિત પટણી કોમ્પ્યુટર સિસ્ટમથી થઈ. તેમની પહેલી જોબ માટ એન.આર.નારાયણમૂર્તિએ તેમનો ઈન્ટરવ્યુ લીધો હતો. 1981માં મૂર્તિ અને અન્ય પાંચ લોકો સાથે મળીને નોકરી છોડીને તેમણે ઈન્ફોસિસની સ્થાપના કરી. ઈન્ફોસિસમાં બે દાયકાઓ દરમિયાન તેમના પદ મેનેજિંગ ડાઈરેક્ટર, પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસરના હતાં. માર્ચ 2002થી એપ્રિલ 2007 સુધી તેઓ ઈન્ફોસિસના સીઈઓ રહ્યાં. 2007માં રાજીનામું આપીને કંપનીના ડાઈરેક્ટર બોર્ડના સહ ચેરમેન બની ગયાં. જુલાઈ 2009માં તેમણે ઈન્ફોસિસ છોડ્યું. ઓગસ્ટ 2017માં વિશાલ સિક્કાએ રાજીનામું આપી દીધા બાદ નંદન નીલેકણી ફરીથી ઈન્ફોસિસ સાથે જોડાઈ ગયા અને આ વખતે નોન એક્ઝિક્યુટીવ ચેરમેન બન્યાં છે.

જુલાઈ 2009માં ઈન્ફોસિસ છોડીને તેઓ યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના ચેરમેન બની ગયાં. આ પદ કેબિનેટ રેંક બરાબર હતું. યુપીએ સરકારની આધાર કાર્ડ યોજનાનો શ્રેય નંદન નીલેકણીને જાય છે. આધાર કાર્ડ યોજના હેઠળ દેશના દરેક નાગરિકને એક વિશિષ્ટ ઓળખ સંખ્યા કે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવે છે. મોદી સરકારે પણ નોટબંધી બાદ કેશલેસ ઈકોનોમી મુહિમમાં તેમને સલાહકાર નિયુક્ત કર્યાં.

2014માં તેમણે યુઆઈડીએઆઈના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસની ટિકિટ પરથી દક્ષિણ બેંગ્લુરુ સીટથી ચૂંટણી લડી. જો કે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યાં પરંતુ હારી ગયાં. આમ છતાં મોદી સરકાર તેમની પ્રશંસક છે. તેમણે 3 પુસ્તકો પણ લખ્યા છે. તેમનું એક પુસ્તક 'imagining india' છે જેમાં તેમણે દેશના ભવિષ્ય પર પોતાના વિચાર રજુ કર્યા છે.

તેમના લગ્ન રોહિણી નીલેકણી સાથે થયા છે. રોહિણી સાથે તેમની મુલાકાત એક ક્વિઝ કાર્યક્રમમાં થઈ હતી. આ મુલાકાત પ્રેમમાં બદલાઈ ગઈ અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. તેમના બે બાળકો છે નિહાર અને જ્હાન્વી. તેઓ ચેરિટીમાં પણ ખુલીને ભાગ લે છે. હાલમાં જ તેમણે અને તેમની પત્નીએ પોતાની અડધી સંપત્તિ દાન કરવાનો નિર્ણય લીધો છે.

હકીકતમાં તેઓ બિલ અને મેલિંડા ગેટ્સ દ્વારા 2010માં શરૂ કરાયેલી ચેરિટી પહેલા 'ગિવિંગ પ્લેઝ કેમ્પેઈન' સાથે જોડાઈ રહ્યાં છે. આ મુહિમમાં પોતાની સંપત્તિનો અડધાથી વધુ ભાગ ચેરિટીના કામમાં આપવાનો હોય છે. આ મુહિમમાં અઝીમ પ્રેમજી અને કિરણ મજૂમદાર જેવી ભારતીય હસ્તીઓ પણ સામેલ છે.

તેમની ઉપલબ્ધી માટે ભારત સરકારે તેમને 2006માં વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતાં. આ ઉપરાંત તેમને 2011માં ટોરન્ટો યુનિવર્સિટીના ડોક્ટરેટ ઓફ લોની પણ ઉપાધિ મળી છે. દુનિયાની જાણીતી મેગેઝીન ટાઈમે 2009માં નીલેકણીને દુનિયાના 100 એવા લોકોમાં સામેલ કર્યા હતાં જૈ સૌથી વધુ પ્રેરણાદાયક હતાં. 2006ના વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં નીલેકણી સૌથી યુવા ઉદ્યોગપતિહતાં જે દુનિયાના ટોપ 20 ગ્લોબલ લીડર્સમાં સામેલ થયા હતાં. વર્ષ 2006માં તેમને ફોર્બ્સ એશિયાએ બિઝનેસમેન ઓફ ધી યરના એવોર્ડથી નવાજ્યા હતાં. 2009માં યેલ યુનિવર્સિટીએ તેમને લેજન્ડ ઈન લીડરશીપનું સન્માન આપ્યું હતું. અર્થવ્યવસ્થા અને રાજકારણના ક્ષેત્રમાં પ્રગતિશીલ સેવાઓ માટે વર્ષ 2005માં જોસેફ શમપીટર એવોર્ડ અપાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news