હવે માથાકૂટ વગર બની જશે તમારું Driving License, જરૂર છે માત્ર આ એક ડૉક્યુમેન્ટની
Trending Photos
નવી દિલ્હી: હવે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે તમારે વધુ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. કેન્દ્ર સરકારે ડીએલ બનાવવા માટે અનેક નિયમોનું સરળીકરણ કર્યું છે. જેનાથી લોકોની વ્યર્થ ભાગદોડ બચી જશે. આ નિયમો લાગુ કરવા માટે નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે. જેનાથી ડ્રાઈવિંગ લાઈસન્સની સાથેસાથે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ ઘણી સરળ બની જશે.
માત્ર આધારકાર્ડ જરૂરી
નવા નોટિફિકેશન મુજબ હવેથી આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવડાવા માટે, લાઈસન્સના રિન્યૂઅલ માટે, ગાડીનું રજિસ્ટ્રેશન અને તેના સંબંધિત દસ્તાવેજોમાં એડ્રસ બદલવા માટે થશે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના કહેવા પર આ ફેરફાર થયા છે. તેની પાછળનો હેતુ DL અને કાર રજિસ્ટ્રેશનમાં ફેક એડ્રસ જોડતા રોકવાનો છે. હવે લોકો ઘરે બેઠા જ પોતાના કામ કરાવી શકશે. જો કોઈ ઓનલાઈન સેવા ઈચ્છતા હોય તો આધાર ઓથેન્ટિકેશનથી કામ થઈ જશે.
આ ડૉક્યુમેન્ટ્સનો validity period વધારાયો
કોરોના વાયરસ મહામારીના કારણે રોડ મિનિસ્ટ્રીએ વધુ એક મોટી રાહત આપી હતી. મિનિસ્ટ્રીએ ડ્રાઈવિંગ લાઈસન્સ અને મોટર વાહન દસ્તાવેજોના validity periodને વધારી દીધો છે. મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ, ગાડીની પરમિટ અને રજિસ્ટ્રેશન સહિત અન્ય દસ્તાવેજોની વેલિડિટી આ વર્ષ 31 ડિસેમ્બર 2020 સુધી વધારી છે.
આ રીતે કરાવી શકો છો આધારને DL સાથે લિંક
જોતમે તમારા આધાર કાર્ડને ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે લિંક કરાવવા માંગતા હોવ તો તમારી પાસે આ સારી તક છે. કારણ કે હવે DLને આધાર સાથે લિંક કરાવવું ઘણું સરળ થઈ ગયું છે. ડીએલ-આધાર લિંકિંગ દ્વારા નકલી લાયસન્સ બનાવનારા ઉપર પણ રોક લગાવવામાં આવી શકે છે. આ રીતે ડ્રાઈવિંગ લાયસન્સને તમે આધાર સાથે લિંક કરાવી શકો છો.
લિંક કરાવવાની પ્રોસેસ
- તમારે સૌથી પહેલા sarathi.parivahan.gov વેબસાઈટ પર જવું પડશે.
- હવે તમારું ડીએલ જે રાજ્યનું છે તે સિલેક્ટ કરો.
- હવે તમારી સામે એક વિન્ડો ઓપન થશે.
- અહીં જમણી બાજુ મેન્યૂબારમાં Apply Online પર ક્લિક કરો.
- ત્યારબાદ Services on Driving Licence (Renewal/Duplicate/Aedl/Others) પર ક્લિક કરો.
હવે તમારી સામે એક નવી વિન્ડો ઓપન થઈ જશે. અહીં તમને ફરીથી રાજ્યની ડિટેલ અંગે પૂછવામાં આવશે. હવે તમે લાઈસન્સવાળા રાજ્યને સિલેક્ટ કરો. ત્યારબાદ Countinueના બટન પર ક્લિક કરો અને તમારા આધાર કાર્ડ સંબંધિત જાણકારી આપો. ત્યારબાદ પ્રોસિડ પર ક્લિક કરો.
ડ્રાઈવિંગ લાઈસન્સ અંગે મળશે જાણકારી
હવે તમારી સામે ડીએલની પૂરી જાણકારી હશે. તેની નીચે તમને મોબાઈલ નંબર અને આધાર કાર્ડનો વિકલ્પ પણ જોવા મળશે. ત્યારબાદ તમારે તમારો આધાર નંબર અને ઓટીપી એન્ટર કરવા પડશે. હવે તમારુ ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) અપડેટ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે