રેલવે ટિકિટ કેન્સલ કરાવશો તો મળશે પૂરેપૂરું રિફન્ડ, જાણો આ ટ્રિક

કન્ફર્મ રેલ ટિકિટ કેન્સલ કરો તો તમારા બધા પૈસા નકામા જતા હશે. રેલવ તરફથી તમને કન્ફર્મ ટિકિટ કેન્સલ કરો તો કોઈ રિફન્ડ મળતું નથી. પરંતુ હવે ટિકિટ કેન્સલ કરાવો તો તમને પૂરેપૂરા પૈસા પાછા મળી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તમારે તે માટે કોઈ પરેશાની પણ વેઠવી પડશે નહીં. 

રેલવે ટિકિટ કેન્સલ કરાવશો તો મળશે પૂરેપૂરું રિફન્ડ, જાણો આ ટ્રિક

નવી દિલ્હી: કન્ફર્મ રેલ ટિકિટ કેન્સલ કરો તો તમારા બધા પૈસા નકામા જતા હશે. રેલવ તરફથી તમને કન્ફર્મ ટિકિટ કેન્સલ કરો તો કોઈ રિફન્ડ મળતું નથી. પરંતુ હવે ટિકિટ કેન્સલ કરાવો તો તમને પૂરેપૂરા પૈસા પાછા મળી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તમારે તે માટે કોઈ પરેશાની પણ વેઠવી પડશે નહીં. 

બેંગ્લુરુમાં શરૂ થઈ ગઈ છે આ સેવા
કન્ફર્મ ટિકિટમાં પૂરા પૈસા રિફન્ડ કરવાની શરૂઆત બેંગ્લુરુની એક સ્ટાર્ટઅપ કંપની Confirmtkt એ કરી છે. કંપનીએ આ સાઈટથી ટિકિટ બુક કરાવો તો પૂરેપૂરા પૈસા પાછા એટલે કે રિફંડ આપવાની સુવિધા આપવાનું શરૂ કર્યું છે. ગ્રાહક આ સાઈટથી રેલવે ટિકિટ બુક કરાવતી વખતે ફ્રી-કેન્સલેશન પ્રોટેક્શનનો વિકલ્પ પસંદ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે કોઈ પણ ગ્રાહક ટ્રેનના છૂટવાના ચાર કલાક પહેલા પોતાની ટિકિટ કેન્સલ કરાવી શકે છે. ગ્રાહકોને પૂરેપૂરા પૈસા પાછા આપી દેવામાં આવે છે. 

ચાર્ટ તૈયાર થયા બાદ પણ મળી શકે છે ટિકિટ
કંપનીના અધિકારીઓનું કહેવું છે કે Confirmtkt રેલવેના હાલના રિઝર્વેશન તંત્ર પર ગ્રાફ બેસ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. જેના કારણે કોઈ ટ્રેનમાં ખાલી પડેલી સીટોની તરત જાણકારી ગ્રાહકોને ઉપલબ્ધ કરાવાય છે. કંપનીનો દાવો છે કે આ ટેક્નોલોજીના કારણે ટ્રેન છૂટ્યાના કલાક પહેલા પણ ટિકિટ ખરીદી શકાય છે. 

જુઓ LIVE TV

Confirmtkt હાલ  બેંગ્લુરુમાં પોતાની સેવાઓ શરૂ કરી ચૂકી છે. અત્યાર સુધીમાં આ સાઈટ પરથી લગભગ 50 લાખ ગ્રાહકો સેવાઓનો ફાયદો ઉઠાવી ચૂક્યા છે. આ પ્લેટફોર્મ હિન્દી સહિત લગભગ સાત ભાષાઓમાં પોતાની સેવા આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news