32% સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, ફક્ત આ રીતે જ ઘટી શકે છે ભાવ
Trending Photos
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ પોતાના રેકોર્ડ સ્તર પર છે. સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પરંતુ સરકાર આ રીતે તેને સસ્તુ કરવાની કોશિશ કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રી ઘણીવાર નિવેદન આપી ચૂક્યા છે કે ટૂંક સમયમાં આ પ્રકારે રાહત મળશે. પરંતુ હજુ સુધી કોઇ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. હાલ પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવથી રાહત મળવાની આશા ઓછી છે. જો સરકાર ઇચ્છે તો પેટ્રોલ-ડીઝલ 32 ટકા સુધી સસ્તું થઇ શકે છે. પરંતુ તેની ફક્ત એક જ રીત છે કે હાલના બધા ટેક્સોને ખત કરીને પેટ્રોલ-ડીઝલ તથા અન્ય પેટ્રોલિયમ પદાર્થો પર ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના દાયરામાં લાવવામાં આવે.
શું છે હાલ પેટ્રોલનો ભાવ
- રિફાઇનિંગ બાદ ડીલરને વેચવામાં આવતા પેટ્રોલની કિંમત: 38.17 રૂપિયા પ્રતિ લીટર
- એક્સાઇઝ ડ્યૂટી: 19.48 રૂપિયા પ્રતિ લીટર
- વેટ: 16.55 રૂપિયા પ્રતિ લીટર
- ડીલર કમીશન: 363 રૂપિયા પ્રતિ લીટર
- કુલ કિમત: 77.83 રૂપિયા પ્રતિ લીટર
GST લાગ્યા પછી શું હશે ભાવ
- રિફાઇનિંગ બાદ ડીલરને વેચવામાં આવતા પેટ્રોલની કિંમત: 38.17 રૂપિયા પ્રતિ લીટર
- 28%થી વધુ જીએસટી લાગતાં: 10.68 રૂપિયા પ્રતિ લીટર
- ડીલર કમીશન: 363 રૂપિયા પ્રતિ લીટર
- કુલ કિંમત: 52.48 રૂપિયા પ્રતિ લીટર
કેટલી વધી ગઇ એક્સાઇઝ ડ્યૂટી
એક્સાઇઝ ડ્યૂટીના લીધે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે વધારો થયો છે. જોકે, સરકાર તેને ઘટાડવા માટે તૈયાર નથી. કારણ કે તેનાથી સરકારના ખજાના પર બોજો વધશે. પરંતુ ગત ચાર વર્ષની વાત કરીએ તો એપ્રિલ 2014માં પેટ્રોલ પર કુલ એક્સાઇઝ ડ્યૂટી 9.48 રૂપિયા પ્રતિ લીટર હતી. તો બીજી તરફ મે 2018માં આ 19.48 રૂપિયા પ્રતિ લીટર છે. જોવા જઇએ તો 4 વર્ષમાં પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં 105% નો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલની વાત કરીએ તો તેના પર એપ્રિલ 2014માં એક્સસાઇઝ ડ્યૂટી 3.56 રૂપિયા પ્રતિ લીટર હતી. મે 2018માં આ 330 ટકા વધારીને 15.33 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઇ છે. જો તેને ખતમ કરી દેવામાં આવે તો પેટ્રોલ-ડીઝલ પર મોટી રાહત મળી શકે છે.
એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાથી વાત નહી બને
પેટ્રોલ-ડીઝલ પર લાગનાર એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ કરવાની માંગ થઇ રહી છે. પરંતુ એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે નહી. કારણ કે ઓઇલ કંપનીઓ દરરોજ પોતાના ભાવ નક્કી કરે છે. 2 રૂપિયા એક્સસાઇઝ ડ્યૂટીમાં ઘટાડો થાય તો એક અઠવાડિયામાં રિવાઇઝ્ડ ભાવથી આ ફરીથી ત્યાં જ પહોંચી જશે. એવામાં ફક્ત એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાથી કામ થશે નહી.
કંપનીઓ પર લાગે ટેક્સ
સરકાર ઓઇલ કંપનીઓ પર વિંડફોલ ટેક્સ લગાવી શકે છે. સરકાર ઓઇલ ઉત્પાદક કંપની ઓએનજીસી પર વિંડફોલ ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. જેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં બે રૂપિયા સુધી ઘટાડો સંભવ છે. ભારતીય ઓઇલ ઉત્પાદક કંપનીઓ કાચા ઓઇલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ સુધી સિમિત કરી શકાય છે. જો આમ થાય છે કે તો ભારતીય ઓઇલ ફીલ્ડથી તેલ નિકાળીને તેને આંતરરાષ્ટ્રીય ભાવ પર વેચનાર ઓઇલ ઉત્પાદક કંપનીઓ જો 70 ડોલર પ્રતિ બેરલના ભાવથી વધુ પેટ્રોલ વેચે છે, તો તેમની આવકનો અમુક ભાવ સરકારને આપવો પડશે.
શું છે વિંડફોલ ટેક્સ
વિંડફોલ ટેક્સ એક પ્રકારનો વિશેષ ઓઇલ ટેક્સ છે. તેનાથી મળનાર રેવેન્યૂનો ફાયદો ફ્યૂલ રિટેલર્સને આપવામાં આવશે, જેથી તે ભાવમાં વધારાને ઓબ્જર્વ કરી શકે. ગ્રાહને તાત્કાલિક રાહત આપવા માટે સરકાર વિંડફોલ ટેક્સ લગાવી શકે છે. વિંડફોલ ટેક્સ દુનિયના કેટલાક દેશોમાં લાગૂ છે. યૂકેમાં 2011માં ઓઇલના ભાવ 75 રૂપિયા પ્રતિ બેરલથી ઉપર જતાં ટેક્સ રેટ વધારી દીધો હતો. જે નોર્થ સી ઓઇલ અને ગેસમાંથી મળનાર પ્રોફિટ પર લાગૂ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે