હવે શોપિંગ મોલ, સુપરમાર્કેટમાં મળશે પેટ્રોલ-ડીઝલ, મોદી સરકાર કરી રહી છે મોટી તૈયારી

ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ સુપરમાર્કેટ અથવા શોપિંગ મોલમાં મળતું જોવા મળશે. કેંદ્વની મોદી સરકાર તેને લઇને મોટી તૈયારી કરી રહી છે. ઝી બિઝનેસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોદી સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જ્યાં છૂટકમાં પેટ્રોલ-ડીઝલ ખરીદી શકાશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય આ પ્લાનિંગને લઇને એક કેબિનેટ પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. ટૂંક સમયમાં પ્રસ્તાવને કેબિનેટ મંજૂરી માટે મોકલવામાં આવી શકે છે. તેનાથી કંપનીઓને પણ છૂટકમાં બિઝનેસમાં ઉતરવાની તક મળી શકે છે. 
હવે શોપિંગ મોલ, સુપરમાર્કેટમાં મળશે પેટ્રોલ-ડીઝલ, મોદી સરકાર કરી રહી છે મોટી તૈયારી

સમીર દીક્ષિત: ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ સુપરમાર્કેટ અથવા શોપિંગ મોલમાં મળતું જોવા મળશે. કેંદ્વની મોદી સરકાર તેને લઇને મોટી તૈયારી કરી રહી છે. ઝી બિઝનેસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોદી સરકાર એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જ્યાં છૂટકમાં પેટ્રોલ-ડીઝલ ખરીદી શકાશે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય આ પ્લાનિંગને લઇને એક કેબિનેટ પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. ટૂંક સમયમાં પ્રસ્તાવને કેબિનેટ મંજૂરી માટે મોકલવામાં આવી શકે છે. તેનાથી કંપનીઓને પણ છૂટકમાં બિઝનેસમાં ઉતરવાની તક મળી શકે છે. 

કેબિનેટમાં રજૂ થઇ શકે છે પ્રસ્તાવ
સરકાર ટૂંક સમયમાં મોલમાં પેટ્રોલ અથવા ડીઝલ વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. ફક્ત શોપિંગ મોલ જ નહી સુપરમાર્કેટ અને કોમર્શિયલ કોમ્પલેક્સમાં પણ પેટ્રોલ અને ડીઝલના વેચાણને મંજૂરી મળી શકે છે. સૂત્રોનું માનીએ તો ફ્લૂલ રિટેલિંગને લઇને સરકાર જલદી જ કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરી શકે છે. ફ્યૂલ રિટેલિંગનો સીધો અર્થ અને હેતુ એ જ છે કે તમે ફક્ત પેટ્રોલ પંપ જ નહી આ રિટેલ શોપમાંથી પણ પેટ્રોલ-ડીઝલ ખરીદી શકશો.  

નિયમોમાં ઢીલ આપી શકે છે સરકાર
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાઇવેટ પ્લેયર્સના ફ્યૂલ રિટેલિંગમાં આવવાને લઇને નિયમો અને શરતોમાં ઢીલ આપવામાં આવી શકે છે. હાલના નિયમો અનુસાર રિટેલ ઓઇલ બિઝનેસમાં ઉતરવા માટે કંપની પાસે ઘરેલૂ બજારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ માટે 2000 કરોડ રૂપિયા હોવા જોઇએ. સાથે જ 30 લાખ ટન ક્રૂડ ઓઇલની ખરીદી માટે બેંક ગેરન્ટી આપવી પડશે. સૂત્રોના અનુસાર આ નિયમોમાં ઢીલ આપવા પર વિચાર થઇ રહ્યો છે. 

મલ્ટી બ્રાંડ રિટેલ કંપનીઓને મળશે તક
સરકાર આ પ્લાનિંગ જો હકિકતમાં ફેરવી દે છે તો ફ્યૂચર ગ્રુપ અને વોલમાર્ટ જેવી મલ્ટી બ્રાંડ રિટેલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના રિટેલમાં વેચાણ કરી શકશે. તમને જણાવી દઇએ કે પેટ્રોલિયમ મંત્રાલયે ઓક્ટોબર 2018માં ફ્યૂલ રિટેલ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર માટે એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. એક્સપર્ટ કમિટીમાં પૂર્વ પેટ્રોલિયમ સચિવ જીસી ચર્તુવેદી, પેટ્રોલિયમ મંત્રાલયના જોઇન્ટ સચિવ આશુતોષ જિંદલ, અર્થશાસ્ત્રી કિરીટ પારીખ અને એમએ પઠાણ સામેલ છે. 

બ્રિટન પાસેથી મળ્યો આઇડિયા
જોકે બ્રિટન જેવા દેશોમાં પહેલાંથી જ રિટેલ પેટ્રોલ-ડીઝલનું વેચાણ થાય છે. ત્યાં રિટેલ ફ્યૂલની યોજના એકદમ સફળ રહી. તેને જોતાં ભારતને પણ શોપિંગ મોલ અને સુપરમાર્કેટમાં પેટ્રોલ-ડીઝલના વેચાણનો આઇડિયા મળ્યો છે. એક અનુમાન અનુસાર બ્રિટનમાં એપ્રિલના મહિનામાં પેટ્રોલના કુલ વેચાણમાં સુપરમાર્કેટની ભાગીદારી 49 ટકા હતી અને ડીઝલના વેચાણમાં 43 ટકા ભાગીદારી હતી. 

વિદેશી કંપનીઓને પણ મળશે ફાયદો
જો સરકારીની પ્લાનિંગ અમલમાં આવે છે તો સાઉદી અરામકો જેવી ઇન્ટરનેશનલ કંપનીઓને પણ ભારતીય રિટેલ બિઝનેસમાં ઉતરવાની તક મળી શકે છે. નિયમોમાં ઢીલ મળતાં અહીં કંપની પેટ્રોલ-ડીઝલના રિટેલ બિઝનેસમાં ઉતરી શકે છે. અરામકોએ પહેલાં પણ ભારતીય બજારમાં ઉતરવાનો રસ દાખવ્યો હતો. 

લાંબા સમયથી થઇ રહી છે માંગ
ભારતમાં લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલના છૂટક વેચાણની માંગ થતી રહી છે. જોકે સરકારે હવે આ યોજના પર કામ કરવા માટે પ્રસ્તાવ તૈયાર કરવા માટે કહ્યું છે. સરકારનો હેતુ છે કે લોકો સુધી પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતાને સરળ બનાવવામાં આવે. આ કડીમાં ગત ગર્ષે પુણેમાં પેટ્રોલ-ડીઝલની હોમ ડિલીવરીનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news