પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે રાહત, આ છે આજનો ભાવ
બુધવાર પહેલાં પેટ્રોલમાં સતત છ દિવસ અને ડીઝલમાં સતત બે દિવસ ઘટાડો નોંધાયો હતો
Trending Photos
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીયસ્તર પર ક્રુડ ઓઇલની કિંમતમાં વધારા-ઘટાડા વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત બીજા દિવસે ગુરુવારે સ્થિરતા જળવાયેલી રહી છે. બુધવાર પહેલાં પેટ્રોલમાં સતત છ દિવસ અને ડીઝલમાં સતત બે દિવસ ઘટાડો નોંધાયો હતો. આ પહેલાં દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં 13 પૈસા અને ડીઝલમાં 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં ગુરુવારે સવારે પેટ્રોલની કિંમત 72.86 રૂપિયા પ્રતિ લીટરના જુના સ્તર પર જોવા મળ્યો છે. આ સિવાય ડીઝલ 66.00 રૂપિયાના સ્તર પર જળવાયેલું રહ્યું છે.
કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતમાં 6 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. ગુરુવારે સવારે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલ ક્રમશ: 75.44 રૂપિયા, 78.42 રૂપિયા અને 75.61 રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોંચી ગયું છે. આ સિવાય ડીઝલની કિંમત ક્રમશ: 68.19 રૂપિયા, 69.17 રૂપિયા અને 69.72 રૂપિયા પ્રતિ લીટર જળવાયેલી છે.
નોંધનીય છે કે 1 જુલાઈ, 2019ના દિવસે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 70.44 રૂપિયા અને ડીઝલની કિંમત 64.27 રૂપિયા પ્રતિ લીટર હતી. પાંચ જુલાઈએ રજૂ થયેલા સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી અને સેસ લગાડવામાં આવ્યો હતો અને પછી બંનેની કિંમતમાં તેજી આવી હતી. ઇન્ટરનેશનલ લેવલ પર WTI ક્રુડની કિંમત ઘટીને 57.83 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રુડ 64.29 ડોલર પ્રતિ બેરલના સ્તર સુધી પહોંચી ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે