PNB સાથે વધુ એક 3805 કરોડ રૂપિયાનો મોટો ગોટાળો, વિગતો જાણીને ઉડી જશે હોશ
બેંકે નિવેદનમાં કહ્યું છે કે ફોરેન્સિક ઓડિટ તપાસના પરિણામ અને સીબીઆઇ તપાસના આધારે કંપની અને એના સંચાલકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે
Trending Photos
નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક (PNB)માં હજારો કરોડ રૂપિયાનો નવો ગોટાળો સામે આવ્યો છે. PNB સાથે દેવાળું ફુંકી ચુકેલી કંપની ભૂષણ પાવર એન્ડ લિમિટેડ દ્વારા 3,805.15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2018મં પીએનબીનો 13,500 કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો હતો જેમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો હાથ હતો. પીએનબીએ શનિવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે કે ભૂષણ પાવર એન્ડ લિમિટેડ દ્વારા બેંકના પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો.
બેંકે નિવેદનમાં કહ્યું છે કે ''ફોરેન્સિક ઓડિટ તપાસના પરિણામ અને સીબીઆઇ તપાસના આધારે કંપની અને એના સંચાલકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ મામલામાં 3,805.15 કરોડ રૂપિયાની છેતરપિંડીની વાત કરી છે.''
બેંકે આપેલી માહિતી પ્રમાણે ભૂષણ પાવર એન્ડ લિમિટેડના એનપીએ ખાતામાં રહેલા 3,805.15 કરોડ રૂપિયામાંથી ચંડીગઢની કોર્પોરેટ બ્રાન્ચમાંથી 3,191.51 કરોડ રૂપિયા, દુબઈની બ્રાન્ચમાંથી 345.74 કરોડ રૂપિયા અને હોંગકોંગની બ્રાન્ચમાંથી 267.90 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. પીએનબીએ જણાવ્યું છે કે હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે અને સારી એવી વસુલીની આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે