આધાર મામલે RBIનો મોટો નિર્ણય, બેંકોને કહી દીધું કે...

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. કેન્દ્રિય બેંકે વ્યક્તિઓની ઓળખ માટેના પોતાના લિસ્ટને અપડેટ કર્યું છે

આધાર મામલે RBIનો મોટો નિર્ણય, બેંકોને કહી દીધું કે...

મુંબઈ : બેંક ગ્રાહકની મંજૂરીથી કેવાસી (નો યોર કન્ઝ્યુમર)ના વેરિફિકેશન માટે આધારનો ઉપયોગ કરી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ આ નોટિફિકેશન જાહેર કર્યું છે. કેન્દ્રિય બેંકોએ વ્યક્તિની ઓળખ માટેના દસ્તાવેજોની પોતાની યાદીને અપડેટ કરી છે. રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરી છે કે બેંક અને બીજા એકમ બેંક ખાતા ખોલવા સહિતની અનેક સર્વિસ માટે કેવાયસી નિયમોનું પાલન કરશે. 

કેન્દ્રિય બેંકે KYC મામલે આપેલા નિર્દેશમાં કહ્યું છે કે બેંકોએ એવી વ્યક્તિઓનું વેરિફિકેશન આધાર મામલે કરવાની મંજૂરી આપી દીધી છે જે વ્યક્તિઓ આ મામલે આધારનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા હોય. કેન્દ્રિય મંત્રીમંડળે ફેબ્રુઆરીમાં બેંક ખાતા ખોલવા તેમજ મોબાઇલ ફોન કનેક્શન લેવા માટે  ઓળખ તરીકે આધારનો સ્વૈચ્છિક ઉપયોગ કરવાની મંજૂરી આપવાના અધ્યાદેશને મંજૂરી આપી હતી. 

આ અધ્યાદેશને એક ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને એેને 4 જાન્યુઆરીએ લોકસભામાં પસાર કરી દેવાયો હતો પણ રાજ્યસભામાં અટવાયેલો હતો. જોકે પછી લોકસભા ભંગ થતા આ ખરડો પછી કાયદો બની શક્યો નહોતો. જોકે હવે આરબીઆઇએ કહ્યું છે હવે સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજોમાં આધારનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news