2019માં ભાજપ સરકાર આવશે તો શેરબજાર જશે 47 હજારની પાર પહોંચશે
ભારતીય બજાર સંપુર્ણ રીતે વૈશ્વિક અને સ્થાનિક સંકેત પર કારોબાર કરે છે, હવે દલાલ સ્ટ્રીટની નજરો સૌથી મોટા ટ્રિગર પર છે
Trending Photos
નવી દિલ્હી : ભારતીય શેર માર્કેટમાં લાંબી છલાંગની તૈયારી કરી રહ્યા છે. જો બધુ સમુસુતરુ પાર પડ્યું તો શેરબજાર નવી ઉચાંઇઓ સુધી પહોંચશે. હાલ સ્થાનિક બજાર એક વર્તુળમાં દેખાઇ રહ્યું છે. 39000ની નજીક પહોંચ્યા બાદ સેંસેક્સ આશરે 5 હજાર પોઇન્ટ તુટી ચુક્યું છે. સેંક્સેક્સે હવે 38,989.65નો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો છે. બીજી તરફ નિફ્ટીએ પણ 1 હજાર પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટીમાં પણ 12 હજારનાં જાદુઇ અંકને સ્પર્શવાની તૈયારી હતી પરંતુ અચાનક કડાકા બાદ તે 10600ની રેંજમાં ટ્રેડ થઇ રહી છે.
ચૂંટણી બજાર માટે સૌથી મોટી ટ્રીગર
ભારતીય બજાર સંપુર્ણ રીતે વૈશ્વિક અને સ્થાનિક સંકેતો પર કારોબાર કરે છે. હવે દલાલ સ્ટ્રીટની નજરો સૌથી મોટા ટ્રીગર પર છે. કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. બીજી તરફ આગામી વર્ષે દેશની લોકસભા ચૂંટણી યોજાવાની છે. કાર્વી સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર સ્થાનિક શેર બજાર માટે તેને મોટુ ટ્રિગર માનવામાં આવે છે. રાજ્યની ચૂંટણીના પરિણામો આગળનું વલણ નિશ્ચિત થશે. જો કે બજારની નજર સામાન્ય ચૂંટણી પર છે. જો કે તે ઘણી ઉતાવળ છે પરંતુ ઓપિનિયન પોલ અનુસાર NDA ફરી એકવાર સત્તામાં આવી શકે છે.
શું કહે છે શેરબજારનો મુડ
કાર્વીનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં ફરીએકવાર આવશે, જો કે ગત્ત લોકસભા ચૂંટણીની મચ તેની સીટો ઘટશે. જો કે બજારમાં તે મંજુર છે અને શેર બજાર નિશ્ચિત રીતે આ પરિણામોનું સ્વાગત કરશે. કાર્વીના અનુસાર વર્ષ 2019ના અંત સુધીમાં સેંસેક્સ 45000ના સ્તરને સ્પર્શી શકે છે. બીજી તરફ નિફ્ટી પણ 14000ના સ્તરને પાર કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે