ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 2,100 પાઇન્ટનો ઘટાડો, નિફ્ટી 569 પોઇન્ટ નીચે
દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસને લઇને હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હોવાના કારણે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. સોમવારે ખુલવાની સાથે જ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે
Trending Photos
નવી દિલ્હી: દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસને લઇને હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ હોવાના કારણે તેની સીધી અસર શેર બજાર પર જોવા મળી રહી છે. સોમવારે ખુલવાની સાથે જ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના 30 શેર પર આધારીત સંવેદી ઇન્ડેક્ષ સેન્સેક્સ ખુલવાની સાથે જ 2,100 હજાર પોઇન્ટના ઘટાડા સાથે 31,960 પર પહોંચ્યો છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ 50 શેર પર આધારીત સંવેદી ઇન્ડેક્ષ નિફ્ટી પણ 569 પોઇન્ટના ઘટાડો નોંધાવી 9,864 પર પહોંચ્યો છે.
ATMમાંથી રૂપિયા કાઢવા કરતા પણ અનેકગણુ જરૂરી છે આ બાબતોનું ધ્યાન રાખવું
ગત સપ્તાહની પરિસ્થિતિ
શુક્રવાર સવારે શેર બજાર ખુલવાની સાથે જ થોડી મિનિટોમાં 3,000 પોઇન્ટના ભારે ઘટાડાથી લઇને સાંજ સુધીમાં રાહત મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન સંભાળીને ચાલતો સેન્સેક્સ 1,325 પોઈન્ટના વાધારા સાથે 34,103 પર બંધ થયો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 384 પોઇન્ટના વધારા સાથે 10,433 પોઇન્ટ પર બંધ થયો હતો.
કોરોનાનો હાહાકાર: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે આવ્યાં મહત્વના સમાચાર
3000 પોઇન્ટ સુધી ઘટ્યો હતો સેન્સેક્સ
વિદેશી માર્કેટથી મળી રહેલા નિરાશાજનક સંકેતોથી વધી રેહલા વેચાણના ભારે દબાણ વચ્ચે સેન્સેક્સ ખુલતાની સાથે 3,000 પોઈન્ટ ઘટીને 29,687 પર પહોંચ્યો હતો. ત્યારે નિફ્ટી 989 પોઇન્ટ ઘટીને 9,059લ પર ખુલ્યો હતો. પરિસ્થિતિને જોતા શેર માર્કેટમાં લોઅર સર્કિટ લગાવવામાં આવી છે. અને એક કલાક પછી ખોલ્યું.
માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર Bill Gates એ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ
કોરોનાના કહેર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલમાં ઘટાડાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીની આશંકા જોવા મળી રહી છે. જેના કારણે વેચાણ પર દબાણ બની રહ્યું છે. ડોલરની સરખામણીએ રૂપિયો ગુરૂવારના ગત સત્રથી 61 પૈસા ઘટીને 74.25 રૂપિયા પ્રતિ ડોલર ખુલ્યો છે. રૂપિયો ગત સત્રમાં મજબૂતીની સાથે 73.64 રૂપિયો પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જો કે, ત્યારબાદ દેશી કરેન્સીમાં ગત સત્રની સરખામણીએ 74.12 રૂપિયો પ્રતિ ડોલર પર કારોબાર ચાલી રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે