શેરબજારમાં કડાકો, ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
Trending Photos
મુંબઇ : વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ઉથલપાથલની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળી છે. સોમવારે ઉઘડતી બજારે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઘટાડો દેખાયો હતો. સાથોસાથ ડોલર સામે રૂપિયો પણ કમજોર બન્યો હતો. સેન્સેક્સ 174.04 પોઇન્ટ ઘટીને 37693.19 જ્યારે નિફ્ટી 59.9 પોઇન્ટ ઘટીને 11369.60 પર ખુલ્યો હતો.
મુંબઇ સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના પ્રમુખ 31 શેરમાં ત્રીજા ભાગ કરતાં પણ ઓછા એટલે કે માત્ર 7 શેરમાં જ તેજી જોવા મળી હતી. જ્યારે 23 શેરમાં નરમાશ જોવા મળી હતી. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના પ્રમુખ 50 શેર પૈકી 35 શેરમાં નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 15 જેટલા શેરમાં તેજી દેખાઇ હતી.
સાથોસાથ ડોલર સામે રૂપિયો ઢીલો પડ્યો હતો. રૂપિયો ડોલરની સરખામણીએ 0.635 પૈસી ઘટીને 69.47 પર ખુલ્યો હતો અને થોડી વારમાં જ 69.62ના સ્તરે આવી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે