સેન્સેક્સ પહેલીવાર 37000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ
ઘરેલૂ શેર બજારની આ દમદાર શરૂઆતમાં પીએસયૂ બેંક, ઓટો, એફએમસીજી શેરનો મોટો હાથ રહ્યો. હાલ સેંસેક્સ 148 પોઇન્ટની તેજી સાથે 37,007ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: સેંસેક્સે સતત ચોથા દિવસ રેકોર્ડ હાઇ બનાવતાં ઇતિહાસ રચ્યો છે. સ્ટોક એક્ચેંજના ઇતિહાસમાં પહેલીવાર સેંસેક્સે 3700નો સ્તર પાર કર્યો છે. ગુરૂવારે શેર બજારની શરૂઆત જ રેકોર્ડ હાઇથી થઇ. જુલાઇ ફ્યૂચર એન્ડ ઓપ્શંસ (F&O) કોન્ટ્રાક્ટની એક્સપાયરીના દિવસે સેંસેક્સની છલાંગની સાથે જ નિફ્ટીએ પણ નવો રેકોર્ડ હાઇ બનાવ્યો છે. નિફ્ટી 11,172.20ને પાર કરી ગયો. ઘરેલૂ શેર બજારની આ દમદાર શરૂઆતમાં પીએસયૂ બેંક, ઓટો, એફએમસીજી શેરનો મોટો હાથ રહ્યો. હાલ સેંસેક્સ 148 પોઇન્ટની તેજી સાથે 37,007ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે. તો બીજી તરફ 37 પોઇન્ટ એટલે કે 0.3 ટકા ઉછળીને 11,169ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે.
સેંસેક્સ પહેલીવાર 37000ને પાર
- સતત ચોથા દિવસે સેંસેક્સે નવી ઉંચાઇને પાર કરી. ગુરૂવારે સેંસેક્સ પહેલીવાર 37000ના સ્તરને પાર કરવામાં સફળ થયો. ટ્રેંડ દરમિયાન સેંસેક્સે 37014.65ના ઓલટાઇમ હાઇ સ્તર પર પહોંચ્યો.
- 25 જુલાઇ- સેંસેક્સે 36947.18નો હાઇ બનાવ્યો
- 24 જુલાઇ- સેંસેક્સ રેકોર્ડ 36902.06 સ્તર સુધી ગયો.
- 23 જુલાઇ- સેંસેક્સે 36749.69નું રેકોર્ડ સ્તર બનાવ્યું.
નિફ્ટીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ
- ગુરૂવારે નિફ્ટીએ પણ ગત રેકોર્ડના હાઇને તોડતાં 11,172.20ના ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો.
- આ પહેલાં 29 જાન્યુઆરી 2018ને નિફ્ટીએ 11,171.55નું હાઇ બનાવ્યું હતું.
મિડકેપ-સ્મોલકેપમાં તેજી
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી છે. બીએસઇનું મિડકેપ ઇંડેક્સ 0.6 ટકા ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇંડેક્સમાં 0.3 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઇના સ્મોલકેપ ઇંડેક્સ 0.3 ટકા વધ્યો છે.
બેંક નિફ્ટી પણ મજબૂત
પીએસયૂ બેંક, એફએમસીજી, ઓટો, ફાર્મા અને કેપિટલ ગુડ્સ શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી લગભગ 0.5 ટકાની મજબૂતી સાથે 27,148ના સ્તર પર પહોંચી ગયો છે. જોકે મેટલ અને આઇટી શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે.
દિગ્ગજોમાં તેજી
બજારમાં બિઝનેસ દરમિયાન દિગ્ગજ શેરોમાં અલ્ટ્રાટેક સીમેંટ, એસબીઆઇ, આઇટીસી, આયશર મોટર્સ, ટાટા મોટર્સ, ભારતીય એરટેલ અને ઇંડસઇંડ બેંક 2.2-07 ટકા ચઢ્યો છે. જોકે ભારતી ઇંફ્રાટેલ, ટેક મહિંદ્વા, એચપીસીએલ, બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, એચયૂએલ, હીરો મોટો, સન ફાર્મા અને ટાટા સ્ટીલ 1.8-03 ટકાની નબળાઇ જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે