Coronaના 'ડર'થી બંધ થઈ શકે છે ભારતીય શેર બજાર! વધુ વિગતો ક્લિક કરીને જાણો
માર્કેટ એક્સપર્ટ અને જે એમ ફાઈનાન્શિયલના આશુ મદાનનું માનવું છે કે બજારમાં હાલ શોર્ટ સેલિંગ પર લગામ લગાવવું પુરતું નથી. કોરોનાના જોખમને જોતા જો ફક્ત શોર્ટ સેલિંગને બેન કરાયું તો બજારમાં કોહરામ મચશે. હાલત બદતર થઈ શકે છે. આથી આખા બજારને બંધ કરવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હી: ગ્લોબલ માર્કેટથી લઈને ડોમેસ્ટિક માર્કેટ સુધીમાં શેરબજારોમાં કોરોના વાયરસનો આતંક છવાયેલો છે. ગત મહિને ગ્લોબલ માર્કેટ લગભગ 20 ટકા તૂટી ચૂક્યા છે. ડોમેસ્ટિક બજારોમાં પણ 25 ટકા સુધીનો કડાકો થયો હતો. દેશભરમાં કોરોનાથી બચવા માટે સુરક્ષાના પગલાં લેવાનું કહેવાય છે. સરકારી મહકમોથી માડીને પ્રાઈવેટ સેક્ટરોમાં વર્ક ફ્રોમ હોમની રણનીતિ જોવા મળી રહી છે. હવે શેરબજાર ઉપર પણ તેનું જોખમ તોળાઈ રહ્યું છે. એવી માગણી ઉઠી રહી છે કે ઘરેલુ શેર બજારોને પણ કોરોના વાઈરસથી બચવા માટે બંધ કરવા જોઈએ. જો કે આ ફક્ત સૂચન છે, તેના પર અંતિમ નિર્ણય એક્સચેન્જ અને SEBIએ લેવાનો છે.
કેમ ઉઠી શેરબજાર બંધ કરવાની માગણી?
માર્કેટ એક્સપર્ટ અને જે એમ ફાઈનાન્શિયલના આશુ મદાનનું માનવું છે કે બજારમાં હાલ શોર્ટ સેલિંગ પર લગામ લગાવવું પુરતું નથી. કોરોનાના જોખમને જોતા જો ફક્ત શોર્ટ સેલિંગને બેન કરાયું તો બજારમાં કોહરામ મચશે. હાલત બદતર થઈ શકે છે. આથી આખા બજારને બંધ કરવું જોઈએ. પૈસા કમાવવા જરૂરી નથી, લોકોને સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે. કારણ કે બ્રોકિંગ હાઉસ કે ફર્મમાં જો એક કે બે વ્યક્તિ પણ આ વાયરસથી સંક્રમિત થાય તો જોખમ વધી શકે છે.
જરૂરી છે બંધ કરવું?
આશુ મદાનનું માનવું છે કે બજારમાં કમાણીના અનેક મોકા મળશે. દેશભરમાં વર્ક ફ્રોમ હોમ પોસિબલ છે, પરંતુ બ્રોકિંગમાં ન કોઈ ઈન્ફ્રા છે કે ન તો એવી કોઈ ટેક્નોલોજી કે તમે વર્ક ફ્રોમ કરી શકો. આથી જરૂરી છે કે એક્સચેન્જને જ સંપૂર્ણ રીતે બંધ કરી દેવું જોઈએ. ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવીનું પણ માનવું છે કે જો લોકો સુરક્ષિત રહેશે તો બજારમાં કમાણીની અનેક તકો આવનારા સમયમાં પણ મળશે.
#BazaarKiBaat | बाजार में पैसा बनाने से ज्यादा लोगों की सुरक्षा महत्वपूर्ण है, मार्केट को फिलहाल बंद कर देना चाहिए: आशु मदान#NSE #BSE #Sensex #Nifty @AnilSinghvi_ @ashumadan4 pic.twitter.com/RQqoKWrwnA
— Zee Business (@ZeeBusiness) March 18, 2020
માર્કેટમાં હાલ શું કરવાનું છે?
આશુ મદાનના જણાવ્યાં મુજબ બજારમાં હાલ ખુબ સરપ્રાઈઝિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યાં છે. હાલ લોકો બોટમ શોધી રહ્યાં છે. શુક્રવારે બજારમાં રિકવરી આવી હતી તો સોમવારે 500 પોઈન્ટ તુટતા લોકોને લાગ્યું કે હવે તક છે ખરીદી કરવી જોઈએ. પરંતુ બજારમાં 800 પોઈન્ટનો ઘટાડો થયો. મંગળવારે પણ 100 પોઈન્ટની રિકવરી આવી તો લોકોએ ફરીથી ખરીદી કરવાની શરૂ કરી. આ બોટમ ફિશિંગ છે, પરંતુ બોટમ ફિશિંગ ન કરો. હાલ બધા લોકો બોટમ શોધી રહ્યાં છે. બજારમાં જૂના ઈન્વેસ્ટર્સ માટે હાલ સમય નથી. જેટલા દૂર રહેશો તેટલું સારું રહેશે.
નંબર 1 ટ્રેન્ડ બન્યો #BandkaroBazaar
ઝી બિઝનેસે પણ શેરબજાર બંધ કરવા માટે મુહિમ શરૂ કરી છે. 'કોશિશે નાકામ, બંધ કરના હોગા કામ' આ જ છે અમારો મુદ્દો. જેના પર એક પોલ ચલાવવામાં આવી રહ્યો છેકે કોરોના સંકટના પગલે બજારને બંધ કરવું જોઈએ કે નહીં? આ પોલ ઝી બિઝનેસના ટ્વીટર હેન્ડલ અને ફેસબુક પેજ પર છે. ખાસ વાત એ છે કે ઝી બિઝનેસની આ મુહિમ બાદ દુનિયાભરમાં #BandkaroBazaar નંબર વન ટ્રેન્ડ બની રહ્યો છે. ભારતમાં #BandkaroBazaar નંબર 2 પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
#ZBizPoll | क्या कोरोना संकट के चलते बाजार बंद होना चाहिए?#BandKaroBazaar पर ट्वीट कर दें अपनी राय#NSE #BSE #Sensex #Nifty #CoronaVirus @AnilSinghvi_
— Zee Business (@ZeeBusiness) March 18, 2020
આજે પણ કોરોનાનો ખોફ યથાવત
દુનિયાભરમાં કોરોના જે રીતે હાહાકાર મચાવી રહ્યો છે તેનાથી બજારો પણ બાકાત નથી. આજે શેરબજારની શરૂઆત તો બઢત સાથે થઈ.શરૂઆતમાં સેન્સેક્સ 400 પોઈન્ટ મજબુત થઈને એકવાર ફરીથી 31 હજારને પાર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 100 પોઈન્ટની છલાંગ લગાવી હતી. પરંતુ ગણતરીની મિનિટોમાં સેન્સેક્સ અને નિફ્ટી પટકાયા. બપોરે 12.50 વાગે જો માર્કેટની સ્થિતિ જોઈએ તો નિફ્ટી 319.20 પોઈન્ટના ઘટાડા સાથે 8647.85 પોઈન્ટ ઉપર અને સેન્સેક્સ 1100.61ના ઘટાડા સાથે 29478.48 પોઈન્ટ પર જોવા મળ્યો હતો.
(અહેવાલસાભાર- અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે