તેજી સાથે ખુલ્યું બજાર: Niftyમાં 60 પોઇન્ટનો ઉઠાળો, Sensex પણ 39,298 પોઇન્ટ પર
શેર માર્કેટમાં સતત તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આજે ગુરુવારે સ્ટોક માર્કેટ (Stock Market) ગ્રિન સિગ્નલથી ઉપરની લીડ સાથે ખુલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ (Sensex) સારી લીડ લઈને 38914 પોઇન્ટ પર ખુલ્યો હતો
Trending Photos
નવી દિલ્હી: શેર માર્કેટમાં સતત તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આજે ગુરુવારે સ્ટોક માર્કેટ (Stock Market) ગ્રિન સિગ્નલથી ઉપરની લીડ સાથે ખુલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ (Sensex) સારી લીડ લઈને 38914 પોઇન્ટ પર ખુલ્યો હતો અને એનએસઈ (NSE)ના સેન્સેટીવ ઈન્ડેક્સ નિફ્ટી (એનએસઈ) 11,661 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ સારો કારોબાર જોવા મળ્યો અને બેંક નિફ્ટી 29648ના સ્તર પર ખુલ્યો.
બુધવારના સેન્સેક્સના 30માંથી 10 શેરને છોડી બાકી તમામ 20 શેરમાં તેજી જોવા મળી રહી છે. એચસીએલ ટેક (2.98 ટકા) , એટડીએફસી બેંક (0.93 ટકા), કોટક બેંક (0.92 ટકા), આઇટીસી (0.32 ટકા), યસ બેંક (0.98 ટકા) સામેલ છે. સેન્સેક્સમાં લાલ નિશાન પર ટ્રેડ કરનાર શેરમાં ટાટા સ્ટીલ (0.03 ટકા), મારૂતિ (0.28 ટકા), હીરોમોટો કોર્પ (1.47 ટકા) સામેલ છે.
આ પણ વાંચો:- 'Ease Of Doing Business' રેન્કિંગમાં ભારતનો કૂદકો, 77માં સ્થાનથી 63માં સ્થાને પહોંચ્યો દેશ
બુધવારના પણ તેજી જોવા મળી
તમને જણાવી દઇએ કે, શેર બજારમાં બુધવારના પણ તેજી જોવા મળી હતી. પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ 94.99 ટકાની તેજી સાથે 39,058.83 પર અને નિફ્ટી 15.75 પોઇન્ટની સામાન્ય તેજી સાથે 11,604.10 પર બંધ થયો હતો.
બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ)ના 30 શેર પર આધારિત સેન્સેટીવ ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 100 પોઇન્ટની તેજી સાથે 39,063.84 પર ખુલ્યો અને 94.99 પોઇન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 39,058.83 પર બંધ રહ્યો હતો. દિવસભરના કારોબાર દરમિયાન સેન્સેક્સ 39,196.67ની ઉપર અને 38,866.08ની નીચી સપાટીએ પહોંચ્યો હતો.
બીએસઈનું મિડકેપ ઈન્ડેક્સમાં ગઈકાલથી ઘટાડો રહ્યો તેમજ સ્મોલકેપ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બીએસઈનું મિડકેપ ઈન્ડેક્સ 11.78 પોઇન્ટના ઘટાડા સાથે 14,395.58 અને સ્મોલકેપ ઈન્ડેક્સ 32.69 પોઇન્ટની તેજી સાથે 13,223.06 પર બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઈ)ના 50 શેર પર આધારિત સેન્સેટીવ ઈન્ડેક્સ નિફ્ટી 7.85 પોઇન્ટના નજીવા વધારા સાથે 11,596.20ના સ્તર પર ખુલ્યા અને 15.75 પોઇન્ટ અથવા 0.14 ટકાના નજીવા વધારા સાથે 11,604.10 પર બંધ થયા હતો. દિવસભરના કારોબારમાં નિફ્ટી 11,651.60 ઉપર અને 11,554.40 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ગઈકાલે ઘટ્યો તેમજ સ્મોલકેપ ઈન્ડેક્સ વધ્યો હતો. બીએસઈનું મિડકેપ ઈન્ડેક્સ 11.78 પોઇન્ટના ઘટાડા સાથે 14,395.58 અને સ્મોલકેપ ઈન્ડેક્સ 32.69 પોઇન્ટ વધીને 13,223.06 પર બંધ રહ્યો હતો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે