પહેલાં જ દિવસે ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર, નિફ્ટી 11 હજારથી નીચે

સોમવારે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો હતો. ગત કારોબારી સત્રના મુકાબલે રૂપિયો 70 પૈસા ઘટીને 71.62 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલશે. આ પહેલાં શુક્રવારે 70.92 રૂપિયા પર બંધ થયો હતો. 

પહેલાં જ દિવસે ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર, નિફ્ટી 11 હજારથી નીચે

મુંબઇ: અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે જ દેશનું મુખ્ય શેર બજાર (Share Market) ઘટાડા સાથે ખુલ્યું. 30 પોઇન્ટવાળા સેન્સેક્સ 180 પોઇન્ટ ઘટીને 37,204.56 ના સ્તર પર ખુલ્યો. તો બીજી તરફ 50 પોઇન્ટવાળા 81 પોઇન્ટ તૂટીને 10,994.85 ના સ્તર પર ખુલ્યો. ત્યારબાદ ઘટાડાનો સિલસિલો યથાવત છે. બિઝનેસ શરૂ થયાના થોડીવાર બાદ 9.40 વાગે સેન્સેક્સ 258.66 પોઇન્ટ ઘટીને 37126.33 ના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ 79.4 પોઇન્ટના ઘટાડા સાથે 10996.50 ના સ્તર પર ચાલી રહ્યો છે. 

આ શેરમાં ઘટાડાનો માહોલ
શરૂઆતી બિઝનેસમાં બીપીસીએલ, આઇઓસી, એચપીસીએલ, એશિયન પેન્ટ્સ, યસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, યૂપીએલ, ટાટા મોટર્સ, એલએન્ડટી, મહિંદ્વા એન્ડ એસબીઆઇ જેવા દિગ્ગજ શેરમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું. તો બીજી તરફ ઇન્ડીયાબુલ્સ હાઉસિંગ, હુડકો, બીઇએલ, ઓએનજીસી અને ગેલના શેરમાં મજબૂતી જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 

આજે જાહેર થશે જથ્થાબંધ મોંઘવારીના આંકડા
સોમવારે જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવશે, સાથે જ ગત મહિને ઓગસ્ટમાં દેશનો વેપાર સંતુલન કેવો રહેશે, એ પણ સોમવારે જાહેર થનાર આંકડા દ્વારા જાણવા મળશે. અઠવાડિયાના દરમિયાન અમેરિકી કેંદ્વીય બેંક ફેડરલ રિઝર્વ બુધવારે વ્યાજ દર પર પોતાના નિર્ણયને જાહેરત કરશે. જેની રાહ દુનિયાભરના બજારને રહેશે. 

શરૂઆતી બિઝનેસમાં સોમવારે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો હતો. ગત કારોબારી સત્રના મુકાબલે રૂપિયો 70 પૈસા ઘટીને 71.62 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલશે. આ પહેલાં શુક્રવારે 70.92 રૂપિયા પર બંધ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news