Stock Market Update: ભારે ઉથલપાથલ બાદ સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે બંધ થયા, આ શેરે આપ્યો ઝટકો

Stock Market Closing: ગ્લોબલ માર્કટમાંથી મળી રહેલા સંકેતોના પગલે આજે અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં જાણે હાહાકાર મચી ગયો. આજે બજાર લાલ નિશાન સાથે ખુલ્યું અને આખો દિવસ કારોબાર બાદ લાલ નિશાનમાં જ બંધ થયેલું જોવા મળ્યું.

Stock Market Update: ભારે ઉથલપાથલ બાદ સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે બંધ થયા, આ શેરે આપ્યો ઝટકો

Stock Market Closing: ગ્લોબલ માર્કટમાંથી મળી રહેલા સંકેતોના પગલે આજે અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં જાણે હાહાકાર મચી ગયો. આજે બજાર લાલ નિશાન સાથે ખુલ્યું અને આખો દિવસ કારોબાર બાદ લાલ નિશાનમાં જ બંધ થયેલું જોવા મળ્યું. આજે બજાર બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 86.61 અંક એટલે કે 0.16 ટકાના ઘટાડા સાથે 54,395.23 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 4.60 અંક એટલે 0.028 ટકાની કમી સાથે 16,216.00 અંક પર બંધ થયું. 

કેવા હતા સવારે હાલ
સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાન સાથે થઈ. સેન્સેક્સમાં 233.24 અંકનો ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ  54248.60 ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી 84.45 અંક ગગડીને 16136.15 સ્તરે ખુલ્યો. આ અગાઉ આઠ જુલાઈના રોજ બજારમાં તેજી જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સમાં 303.38 અંકનો વધારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 54,481.84 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 87.70 અંકના વધારા સાથે 16,220.60 સ્તરે બંધ થયો. 

ટોપ ગેઈનર્સ
બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં ટાટા સ્ટીલ, એમ&એમ, ડો. રેડ્ડીઝ લેબ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક નિફ્ટીમાં આઈશર મોટર્સ, ઓએનજીસી, ટાટાસ્ટીલ, એમ&એમ, અને ડો.રેડ્ડીઝ લેબ્સના શેર ટોપ 5 ગેઈનર્સ તરીકે જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
સેન્સેક્સમાં ભારતી એરટેલ, ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ફોસેસ, વિપ્રો અને નિફ્ટીમાં ભારતી એરટેલ, ટીસીએસ, એચસીએલ ટેક, બીપીસીએલ, ઈન્ફોસેસ ટોપ ફાઈવ લૂઝર્સ શેર તરીકે જોવા મળ્યા જેમણે રોકાણકારોને નિરાશ કર્યા. 

એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે 11 જુલાઈના રોજ ફરીથી વધારો જોવા મળ્યો. આજે એલઆઈસીના શેરમાં 10.10 એટલે કે 1.43 ટકાની તેજી જોવા મળી. શેરનો ભાવ 718.20 રૂપિયા પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news