Share Market Tips: ત્રણ દિવસમાં રોકાણકારોનું રોકાણ બમણું થયું, શું તમારી પાસે છે આ શેર?
Share Market Tips: 17 ઓક્ટોબરનાં રોજ આ શેર બીએસઈ પર 51 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. જે રોકાણકારોને શેરની ફાળવણી કરાઈ હતી, તેમને લિસ્ટિંગ સાથે જ શેર દીઠ 30 રૂપિયાનો ફાયદો થયો.
Trending Photos
Electronics Mart India Share Price: ત્રણ દિવસ પહેલા 17 ઓક્ટોબરના રોજ શેર બજારમાં લિસ્ટેડ થયેલા ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાના રોકાણકારોને દિવાળી સમયે ચાંદી થઈ ગઈ છે. ત્રણ જ દિવસમાં આ શેરમાં રોકાણકારોનું રોકાણ બમણું થઈ ગયું છે. 18 અને 19 ઓક્ટોબરે તો શેરમાં 10-10 ટકાની અપર સર્કિટ લાગી હતી.
17 ઓક્ટોબરે 83.70 રૂપિયા પર બંધ-
ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 56-59 રૂપિયા પ્રતિ શેર નક્કી કરાયો હતો. 17 ઓક્ટોબરના રોજ શેર બીએસઈ પર 51 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો. એટલે કે જે રોકાણકારોને શેર મળ્યા હતા, તેમને લિસ્ટિંગ સાથે જ શેર દીઠ 30 રૂપિયાનો ફાયદો થયો..એનએસઈ પર આ આઈપીઓ 53 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. 17 ઓક્ટોબરનાં રોજ શેર 83.70 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.
સતત બે દિવસ લાગી અપર સર્કિટ-
18 ઓક્ટોબરે આ શેર જબરદસ્ત તેજી સાથે 92.95 રૂપિયાની સપાટીએ ખૂલ્યો હતો. આ સાથે જ શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી હતી. 19 ઓક્ટોબરે પણ ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાનો શેર 102.20 રૂપિયાના સ્તરે બંધ આવ્યો. બુધવારે પણ તેમાં 10 ટકાની અપર સર્કિટ લાગી હતી. એટલે કે ત્રણ દિવસમાં જ આ શેર 103.65 રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયો.
4-7 ઓક્ટોબર સુધી ખૂલ્યો હતો આઈપીઓ-
આઈપીઓ માટેનાં એક લોટની કિંમત 14,986 રૂપિયા હતી. એક લોટમાં રોકાણકારને 254 શેર મળ્યા હતા. 14,986 રૂપિયાનો લોટ મેળવનાર શેરધારકનું રોકાણ બુધવારે બમણું થઈને 26,327 રૂપિયા થઈ ગયું. શેરની કિંમત 103.65 રૂપિયા હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે