ટોઇલેટ સાફ કરતો હતો આ માણસ, આજે છે એરલાઇન્સનો માલિક
તેના જીવન પર ચેનલ 4 દ્વારા ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે
Trending Photos
નવી દિલ્હી : બ્રિટનની એક વ્યક્તિએ સફળતાની નવી ગાથા લખી છે. આ વ્યક્તિ એક સમયે પ્લેનના ટોઇલેટ સાફ કરતી હતી અને હવે ટૂંક સમયમાં તે પોતાની એરલાઇન્સ લોન્ચ કરવાની છે. લંડનમાં રહેતા આ વ્યક્તિનું નામ છે કાજી રહેમાન. તે પોતાની ઓળખ હલાલ રિચર્ડ બ્રેન્સન ગણાવે છે. કાજી રહેમાનની એરલાઇન્સનું નામ ફિરનાસ એરવેઝ (Firnas Airways) છે.
પોતાની પહેલી ફ્લાઇટથી ફિરનાસ એરવેઝ બ્રિટનની પહેલી શરિયતના કાયદાનું પાલન કરનારી એરલાઇન્સ બની છે જેના કારણે તમને એમાં ઇસ્લામને અનુકુળ સેવાઓ જ મળશે. તમે આ એરલાઇન્સમાં શરાબનું સેવન નહીં કરી શકો. બાંગ્લાદેશી મૂળના કાજી રહેમાનના જીવન પર ચેનલ 4 દ્વારા ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી છે.
કાજી રહેમાનનો પ્લાન બ્રિટનમાં યુએઇ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી સર્વિસ શરૂ કરવાનો છે. આ એરલાઇન્સમાં હિજાબ પહેરેલી એરહોસ્ટેસ જોવા મળશે. 32 વર્ષનો કાજી રહેમાન એક બાળકનો પિતા છે અને તે 11 વર્ષની વયે પોતાના પરિવાર સાથે 1997માં બ્રિટન આવ્યો હતો. સ્કૂલિંગ પછી તેણે એરપોર્ટ પર ટોઇલેટ ક્લિ્નર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કાજી રહેમાનને પોતાના પરફ્યુમ બિઝનેસને કારણે સફળતા મળી છે. જોકે, છેલ્લા બે વર્ષથી તેણે પોતાનું સમગ્ર ધ્યાન એરલાઇન્સ ખોલવામાં લગાવી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે