કંગનાની ઓફિસમાં તોડફોડનો મામલો, હાઈકોર્ટમાં 22 સપ્ટેમ્બર સુધી ટળી સુનાવણી
બોમ્બે હાઈકોર્ટે કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ કરવાને લઈને સુનાવણીમાં 22 સપ્ટેમ્બરની તારીખ આપી છે. આ સુનાવણીમાં બીએમસીના વકીલે કહ્યું કે, કોર્ટના આદેશ બાદ BMCએ તમામ કામ રોકી દીધું હતું.
Trending Photos
મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ કરવાને લઈને સુનાવણીમાં 22 સપ્ટેમ્બરની તારીખ આપી છે. આ સુનાવણીમાં બીએમસીના વકીલે કહ્યું કે, કોર્ટના આદેશ બાદ BMCએ તમામ કામ રોકી દીધું હતું. પરંતુ ધ્યાન આપવું જોઈએ કે તેમાં ફેરફાર ન થાય. તો કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યુ કે, ઘણા તથ્યોને ઓન રેકોર્ડ લાવવાની જરૂર છે. મને ફાઇલ તૈયાર કરવા માટે સમય જોઈએ કારણ કે મારા ક્લાઇન્ટ હજુ મુંબઈ આવ્યા છે.
તેના જવાબમાં BMCના વકીલે કહ્યું કે, આ લોકો માની રહ્યાં છે કે તેણે સોમવાર સુધી પોતાના પ્લાનમાં ફેરફાર કર્યાં હતા. રિઝવાન સિદ્દીકીએ બદલાવની પેટીશન રજૂ કરવી પડશે. કંપનાના વકીલ સિદ્દીકીએ કહ્યુ કે, કંગનાના ઘરે પાણી અને લાઇટ નથી. કોર્ટે પાસે BMCના વકીલે 3થી 4 દિવસનો સમય જવાબ આપવા માટે માગ્યો છે. તેના કારણે કોર્ટે 22 સપ્ટેમ્બર છેલ્લી સુનાવણી માટે આપી છે. સાથે કોર્ટે કહ્યું કે, 22 સપ્ટેમ્બર સુધી કંગનાની ઓફિસમાં કોઈ તોડફોડ થશે નહીં.
અભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ
વકીલે જણાવ્યું હતું નારાજ છે કંગના
મહત્વનું છે કે કંગના રનૌતે બીએમસી પર ગેયકાયદેસર તોડફોડનો આરોપ લગાવતા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કંગના 9 સપ્ટેમ્બરે મુંબઈ તરત ફરી તો બીએમસીએ તેની ઓફિસમાં તોડફોડ કરી હતી. તેવામાં કંગનાએ પોતાની નારાજગી વ્યક્ત કરતો વીડિયો પણ શેર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે