દુનિયામાં સૌથી વધારે પૈસા કમાનાર એક્ટર્સના લિસ્ટમાં અક્કીની ધમાકેદાર એન્ટ્રી !

અક્ષયકુમાર વિશે એક મોટા સમાચાર આવ્યા છે જે તેના ચાહકોને ખુશ કરી દેશે

દુનિયામાં સૌથી વધારે પૈસા કમાનાર એક્ટર્સના લિસ્ટમાં અક્કીની ધમાકેદાર એન્ટ્રી !

નવી દિલ્હી : બોલિવૂડ ખેલાડી અક્ષયકુમારની ફિલ્મ મિશન મંગલ બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહ્યું છે ત્યારે એના વિશે એક મોટા સમાચાર આવ્યા છે. અક્કીએ દુનિયાના સૌથી વધારે પૈસા કમાતા એક્ટર્સના લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ટોપ 10 લિસ્ટમાં શામેલ થનાર તે એકમાત્ર ભારતીય એક્ટર છે. 

ફિલ્મ પેડમેન માટે નેશનલ એવોર્ડ મેળવનાર એક્ટર અક્ષયકુમારે ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટમાં ચોથું સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સ ડોટ કોમના લિસ્ટ પ્રમાણે અક્ષયે 6.5 કરોડ ડોલરની કમાણી કરી છે. 

— taran adarsh (@taran_adarsh) August 22, 2019

આ લિસ્ટમાં હોલિવૂડ સ્ટાર ડ્વેન રોક જોનસન સૌથી ટોચ પર છે. તેણે 1 જૂન  2018થી 1 જૂન 2019 વચ્ચે 8.94 કરોડ ડોલરની કમાણી કરી છે. જુમાન્જી અને ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ જેવી એક્શનપેક્ડ ફિલ્મોમાં કામ કર્યા બાદ ડ્વેઈનની પોપ્યુલારિટી વિશ્વભરમાં ટોચ પર છે. રિપોર્ટ પ્રમાણે જૂન 2018થી લઈને 2019 સુધી ડ્વેઈનની કમાણીનો આંકડો 89.4 મિલિયન ડોલર છે.

લિસ્ટની યાદી

1. ડ્વેઈન જ્હોન્સન ( 8.94 કરોડ ડોલર)
2. ક્રિસ હેમ્સવર્થ (7.64 કરોડ ડોલર)
3. રોબર્ટ ડાઉની જૂનિયર (6.6 કરોડ ડોલર)
4. અક્ષય કુમાર (6.5 કરોડ ડોલર)
5. જેકી ચેન (5.8 કરોડ ડોલર)
6. બ્રેડલી કૂપર ( 5.7 કરોડ ડોલર)
7. એડમ સેન્ડલર (5.7 કરોડ ડોલર)
8. ક્રિસ ઈવાન્સ (4.35 કરોડ ડોલર)
9. પૌલ રૂડ (4.1 કરોડ ડોલર)
10. વિલ સ્મિથ (3.5 કરોડ ડોલર)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news