Video : સાસુ બનવાની ઉંમરે પહોંચેલી નીના ગુપ્તા થઈ ગઈ પ્રેગનન્ટ ! 

ફિલ્મ 'બધાઇ હો'નું ટ્રેલર જોઈને હસીહસીને પેટ દુખી જશે

Video : સાસુ બનવાની ઉંમરે પહોંચેલી નીના ગુપ્તા થઈ ગઈ પ્રેગનન્ટ ! 

નવી દિલ્હી : પાછલા કેટલાક દિવસોથી બોલિવૂડમાં ચર્ચાનો વિષય બનેલ આયુષ્માન ખુરાનાની ખુશખબરના રહસ્ય પરથી આખરે પડદો હટી ગયો છે. તેની લેટેસ્ટ ફિલ્મ 'બધાઇ હો'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ડિરેક્ટર રવિન્દ્રનાથ શર્માની આ ફિલ્મમાં જબરદસ્ત કોમેડી સિચુએશન છે અને એમાં પહેલીવાર આયુષ્યમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની જોડી જોવા મળશે. 

ટ્રેલરમાં જે દેખાડવામાં આવ્યું છે તેમ આ ઘરમાં બધુ જ એકદમ નોર્મલ ચાલી રહ્યું હોય છે તેવામાં અચાનક 25 વર્ષના નકુલના પિતા ઘરવાળાઓને એક આશ્ચર્યજનક ખુશખબરી આપી ચોંકાવી દે છે. તેઓ કહે છે કે તેમની વાઇફ એટલે કે નકુલની મમ્મી પ્રેગ્નેન્ટ છે જેને સાંભળીને ઘરવાળા જ નહીં પણ આડોશી પાડોશી પણ શોકમાં આવી જાય છે. જ્યારે નકુલ માટે તો આ એકદમ શરમ આવે તેવી વાત છે.

'મુલ્ક' અને 'વીરે દે વેડિંગ' જેવી ફિલ્મોમાં દેખાયા પછી નીના ગુપ્તા ફરીવાર મજબૂત રોલમાં જોવા મળશે. નીના એવી મહિલાનો રોલ કરી રહી છે જે આધેડ વયમાં માતા બનવાની છે. આ ફિલ્મ 19 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news