સૌથી પહેલાં 'ગે' બની પડદા પર આવ્યો હતો શાહરૂખ! વર્ષો બાદ સામે આવ્યો વીડિયો

Shahrukh Khan Viral Video: શાહરુખ ખાને એની ફિલ્મી કરિયરની શરૂઆત રાજૂ બન ગયા જેન્ટલમેન સાઇન કરી હતી, પરંતુ આ પહેલાં એની બીજી ફિલ્મ દીવાના રિલીઝ થઇ હતી. આ બન્ને ફિલ્મો પહેલાં શાહરુખ ખાને  અરૂંધતી રોયની ટેલી ફિલ્મ In Which Annie Gives it those Ones માં કામ કર્યું હતુ. 

સૌથી પહેલાં 'ગે' બની પડદા પર આવ્યો હતો શાહરૂખ! વર્ષો બાદ સામે આવ્યો વીડિયો
  • આ ફિલ્મમાં શાહરુખ ખાન ‘ગે’ બન્યો હતો
  • વાયરલ થયો 35 વર્ષ જૂનો વીડિયો
  • વીડિયોમાં અલગ જ લાગે છે શાહરૂખ ખાન

Shahrukh Khan Viral Video: શાહરૂખ ખાનને હાલ બોલીવુડનો બાદશાહ અને કિંગ ખાન કહેવામાં આવે છે. બીજા કલાકારોની ફિલ્મો ફ્લોપ જઈ રહી છે તેવા સમયમાં શાહરુખની જવાબ અને પઠાણે બોક્સ ઓફિસ પર ફરી ધમાલ મચાવી હતી. પણ શું તમે જાણો છો પહેલી ફિલ્મમાં ગે બન્યો હતો શાહરુખ??? જુઓ વીડિયો...

શાહરુખ ખાનને હંમેશા તમે રોમાન્સ તેમજ એક્શન અવતારમાં જોયો હશે. પરંતુ શું તમે જાણો છો શાહરુખ ખાને આ મુવીમાં ગે બન્યો હતો? ભાગ્યે જ કોઈને તેની આ ફિલ્મ વિશે ખ્યાલ હશે. આ વાત ત્યારની છે જ્યારે શાહરુખ ખાન ફિલ્મ જગતમાં નવો નવો આવ્યો હતો. અલબત્ત આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ સમયે શાહરૂખે એક 'ગે' કોલેજ સ્ટુડન્ટની ભૂમિકા ભજવણી હતી. 

આ ફિલ્મનો 35 વર્ષ જૂનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો જોઇને ફેન્સ પણ હેરાન થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે ગે નું પાત્ર ભજવતા શાહરુખને જોઈ શકો છો. ગે ના પાત્રમાં જોઈને ચાહકો પણ ચોંકી ગયા હતા.
 

I've compiled his clips in this video 👇… pic.twitter.com/LVeSM7kQH8

— Mimansa Shekhar (@mimansashekhar) November 1, 2023

 

શાહરુખ ખાને એની ફિલ્મી કરિયરની શરૂઆત રાજૂ બન ગયા જેન્ટલમેન સાઇન કરી હતી, પરંતુ આ પહેલાં એની બીજી ફિલ્મ દીવાના રિલીઝ થઇ હતી. આ બન્ને ફિલ્મો પહેલાં શાહરુખ ખાને  અરૂંધતી રોયની ટેલી ફિલ્મ In Which Annie Gives it those Ones માં કામ કર્યું હતુ. આ ફિલ્મ દૂરદર્શન પર બતાવવામાં આવી હતી. આમાં શાહરુખ ખાને ગે કોલેજનાં સ્ટૂડન્ટની ભૂમિકા નિભાવી હતી.

આ ફિલ્મનું નિર્દેશન પ્રદીપ કૃષ્ણે કર્યું હતુ અને આમાં શાહરુખ ખાન સિવાય રોશન સેઠ, હિમાની શિવપુરી અને ઋતુરાજ સિંહ પણ હતાં. ફિલ્મમાં મનોજ બાજપેયી અને રઘુબીર યાદવે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે.

લેટેસ્ટમાં X પર મિમંશા શેખર નામની એક યુઝરે શાહરુખ ખાનનાં આ ફિલ્મની એક નાની ક્લિપ શેર કરી છે. આ ક્લિપમાં એમને જણાવ્યું કે,  અરૂંધતી રોયનાં એવોર્ડ વિનિંગ ફિલ્મમાં શાહરુખ ખાને નાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાનનાં થોડા સીન જોવા મળ્યાં હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news