PHOTOS : પીએમ મોદીએ રણવીરને આપી જાદુની ઝપ્પી અને...

બુધવારની રાત બોલિવૂડની યંગ બ્રિગેડ માટે ખાસ રહી હતી

PHOTOS : પીએમ મોદીએ રણવીરને આપી જાદુની ઝપ્પી અને...

નવી દિલ્હી : બોલિવૂડના નવા ચહેરા રણવિર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને રાજકુમાર રાવ સહિતના કલાકારોએ ગુરુવારે વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. હજુ થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડના નિર્માતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ફિલ્મ ઉદ્યોગ સામે રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત બાદ સરકારે ફિલ્મના ટિકિટો પરનો જીએસટી દર ઘટાડ્યો હતો. 

આ તમામ તસવીરોમાં રણવીર સિંહની સ્ટાઇલ અલગ જ છે. બોલિવૂડના પાવર હાઉસ કહેવાતા રણવીરે પીએમ પાસેથી જાદુની ઝપ્પી લઈ લીધી હતી. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત વખતે વરૂણ ધવન અત્યંત ઉત્સાહમાં આવી ગયો હતો. તેણે પીએમ સાથે હાથ મેળવીને પોતાની સ્માઇલથી તેમનું દિલ જીતી લીધું હતું. બોલિવૂડના આ તમામ સ્ટાર્સમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટી સૌથી ડિસન્ટ હતો. 

રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદીએ ઈન્ડસ્ટ્રીની નવી પેઢીના કલાકારોને ફિલ્મ સમાજ પર કેવી રીતે અસર કરે છે તે વિશેની ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા. આ પહેલાં પણ પીએમ મોદીની કેટલીક બોલિવૂડ સેલેબ્સે મુલાકાત લીધી હતી. ત્યારે પીએમ મોદીએ બોલિવૂડના ઘણાં મોટા ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સને બોલાવ્યા હતા. પરંતુ, તે મુલાકાતની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી કારણકે તે મુલાકાતમાં બોલિવૂડની કોઈ પણ મહિલા સભ્ય શામેલ નહોતી. આ વાતની ઘણી ટીકા થઈ હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news