close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

એક એક્ટરના અંગત જીવનમાં મોટો ડખો, તુટી પડ્યું પરીકથા જેવું લગ્નજીવન

એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું હતું કે, મારી દીકરી ઈમારા બેસ્ટ ગિફ્ટ છે જે મને અવંતિકાએ આપી છે.

Punita Vaidya Punita Vaidya | Updated: May 23, 2019, 08:35 AM IST
એક એક્ટરના અંગત જીવનમાં મોટો ડખો, તુટી પડ્યું પરીકથા જેવું લગ્નજીવન

મુંબઈ : આમિર ખાનના ભાણેજ અને એક્ટર ઈમરાન ખાનના લગ્નજીવન મોટી સમસ્યા આવી હોવાના સમાચાર છે. ઈમરાન ખાને 8 વર્ષ સુધી અવંતિકાને ડેટ કર્યા બાદ 2011માં લગ્ન કર્યા હતા. લગ્નમાં આમિર ખાન અને કિરણ રાવ સહિતની બોલિવૂડ સેલિબ્રિટી હાજર રહી હતી. 2014માં અવંતિકાએ દીકરી ઇમારાને જન્મ આપ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, મારી દીકરી ઈમારા બેસ્ટ ગિફ્ટ છે જે મને અવંતિકાએ આપી છે.

જોકે હવે ઈમરાન અને પત્ની અવંતિકાના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચા ચારેકોર થઈ રહી છે. અવંતિકાએ પોતાના નામની પાછળથી ખાન સરનેમ હટાવ્યા બાદ મામલો વધારે ગંભીર લાગે છે. રિપોર્ટ મુજબ, અવંતિકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ અવંતિકા મલિક ખાન રાખ્યું હતું અને હવે માત્ર અવંતિકા મલિક કરી નાખ્યું છે. 

અવંતિકાએ મુંબઈના પાલી હિલમાં આવેલું ઈમરાન ખાનનું ઘર છોડી દીધું છે. તે હાલ પોતાના પરિવાર સાથે રહે છે. અવંતિકાની મમ્મીએ પણ આ વિશે મૌન તોડ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં અવંતિકાની મમ્મી વંદના મલિકે બંનેના ડિવોર્સની વાતને ખોટી ગણાવી છે. જો કે, તેમણે સ્વીકાર્યું કે, અવંતિકા અને ઈમરાન વચ્ચે મતભેદો છે, જેને દૂર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇમરાન 20ની વયે પત્ની અવંતિકા મલિક સાથે લિવ-ઈનમાં રહેતો હોવા છતાં બન્નેના પરિવારજનો તેની સાથે હતા. એક તબક્કે ઈમરાને જણાવ્યું કે,'વર્ષ 2004માં જ્યારે હું 20 વર્ષનો અને અવંતિકા 21ની હતી ત્યારે લિવ-ઈનમાં રહેવાની શરૂઆત કરી હતી.જેને કારણે સંબંધોને સમજવામાં મદદ મળી.હું તેની ભાવનાઓનું સમર્થન કરૂ છું'.
 
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...