હવે કોમેડિયન કુણાલ કામરા પર કંગનાનો હુમલો, ગણાવ્યો મૂર્ખ વ્યક્તિ


હાલમાં કંગનાએ એક ટ્વીટ કરીને શો બિઝનેસને એકદમ ઝેરીલો ગણાવ્યો હતો. તેના આ નિવેદન પર અલગ-અલગ પ્રકારના અભિપ્રાય જોવા મળી રહ્યાં હતા. પરંતુ કુણાલે કંગના પર કટાક્ષ કરતા તેની તુલના આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ સાથએ કરી દીદી હતી.
 

 હવે કોમેડિયન કુણાલ કામરા પર કંગનાનો હુમલો, ગણાવ્યો મૂર્ખ વ્યક્તિ

નવી દિલ્હીઃ કોમેડિયન કુણાલ કામરા પોતાની કોમેડીથી વધુ વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. તેની કોમિક સ્ટાઇલ પણ એવી છે જેના કારણે તે ઘણીવાર બીજાના નિશાના પર આવે છે. આ વખતે કુણાલને કંગના વિરુદ્ધ લખવુ ભારે પડ્યું છે. કંગના રનૌતે કુણાલને ટ્વીટ કરીને દમદાર જવાબ આપ્યો છે. કંગનાનું ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 

કંગનાએ કુણાલ કામરાને ગણાવ્યો બેવકૂફ
હકીકતમાં હાલમાં કંગનાએ એક ટ્વીટ કરીને શો બિઝનેસને એકદમ ઝેરીલો ગણાવ્યો હતો. તેના આ નિવેદન પર અલગ-અલગ પ્રકારના અભિપ્રાય જોવા મળી રહ્યાં હતા. પરંતુ કુણાલે કંગના પર કટાક્ષ કરતા તેની તુલના આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ સાથએ કરી દીદી હતી. કંગનાથી આ સહન ન થયું. તેણે સ્પષ્ટ શબ્દોમાં કુણાલને એક મૂર્ખ ગણાવી દીધો. કંગનાએટ્વીટ કરીને લખ્યું- તેના જેવા ઘણા બેવકૂફ મારા સંઘર્ષ, મારી આધ્યાત્મિક યાત્રા, મારી સફળતાને શક્તિશાળી વ્યક્તિના ક્રેડિટમાં આપવા ઈચ્છે છે. પરંતુ તેને ક્યારે સમજાશે કે હું પોતાનામાં સશક્ત છું, મારા સિદ્ધાંતો પર જિંદગી જીવુ છું, ખુદ લડું છું.

— Kangana Ranaut (@KanganaTeam) September 16, 2020

પરંતુ વિવાદ અહીં પૂરો ન થયો. કુણાલ કામરાએ કંગના પર કટાક્ષ કરતા કહ્યુ કે, જિંદગીમાં ભાજપને પ્રેમ કરવા સિવાય પણ અન્ય ઘણા દુખ હોય છે. કુણાલના આ ટ્વીટ પર કંગના વધુ ગુસ્સે થઈ હતી. 

1) Call Karan Johar an idiot

2) Selectively attack the government of a single state

3) Consume Jagga ka Hagga for spiritual depth

4) Join the “casteless” upper-caste casteist tribe

Aur bhi dukh hai zamane main BJP ki mohabbat ke siva... https://t.co/hLIBD0Z2PF

— Kunal Kamra (@kunalkamra88) September 16, 2020

જયા બચ્ચન સાથે શાબ્દિક જંગ
હવે કંગનાનું કહેવું ફેન્સને ખુશ કરી ગયું છે. અભિનેત્રીને ખરેખર ખ્યાલ છે કે ક્યા વ્યક્તિ સાથે કઈ રીતે વાત કરવી છે અને ક્યારે કોના વિરુદ્ધ ક્યા ટોનમાં બોલવાનું છે. કંગનાએ આ પહેલા પણ ઘણી તકે કામરા પર નિશાન સાધ્યું હતું. મહત્વનું છે કે આ સમયે કંગના સુશાંત કેસમાં ચાલી રહેલા ડ્રગ વિવાદને કારણે ચર્ચામાં ચાલી રહી છે. તેનું દરેક નિવેદન નવા વિવાદને જન્મ આપે છે. આ સમયે તે સપા નેતા તથા અભિનેત્રી જયા બચ્ચનને આડે હાથ લઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news