કંગના રનૌતે વિરાટ કોહલીને ગણાવ્યો ટીમ ઈન્ડિયાનો 'પંગા કિંગ'

કંગનાએ કહ્યું, 'હું પંગા ક્વીન છું અને ટીમ ઈન્ડિયાના પંગા કિંગ ચોક્કસપણે વિરાટ કોહલી છે. તે નિડર છે અને દરેક તે ચેલેન્જ માટે તૈયાર રહે છે જે તેના માર્ગમાં આવે છે.'
 

કંગના રનૌતે વિરાટ કોહલીને ગણાવ્યો ટીમ ઈન્ડિયાનો 'પંગા કિંગ'

નવી દિલ્હીઃ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ 'પંગા'નું પ્રમોશન કરી રહી છે. હાલમાં એક ઈવેન્ટ દરમિયાન તેણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. 

કંગનાએ કહ્યું, 'હું પંગા ક્વીન છું અને ટીમ ઈન્ડિયાના પંગા કિંગ ચોક્કસપણે વિરાટ કોહલી છે. તે નિડર છે અને દરેક તે ચેલેન્જ માટે તૈયાર રહે છે જે તેના માર્ગમાં આવે છે.'

આ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં
કંગનાએ આગળ કહ્યું, 'આ વખતે અમે એક જ દિવસે પંગા લેશું, હું થિએટરમાં અને વિરાટ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ગ્રાઉન્ડમાં. તે રસપ્રદ હશે.' પંગાની વાત કરવામાં આવે તો તેમાં નીના ગુપ્તા, રિચા ચડ્ઢા અને જસ્સી ગિલ જેવા અભિનેત્રીઓ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

કબડ્ડી ખેલાડીની આસપાસ છે વાર્તા
ફિલ્મની વાર્તા કબડ્ડી પ્લેયરની આજુ-બાજુ છે જે લગ્ન અને માતા બન્યા બાદ ગેમમાં વાપસી કરવા ઈચ્છે છે. ફિલ્મ 24 ફેબ્રુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news