અમદાવાદના પોલીસકર્મીની પીટાઈ પર રંગોલીની ટ્વીટ- તે જોઈ રહ્યો છે... ઉપરવાળો નહીં ગુજરાતવાળો

દેશના અનેક શહેરોમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચારે બાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેને લઈને રજનીકાંતે પણ ટ્વીટ કરી અને હિંસા તથા રમખાણોને કોઈ પણ મુદ્દાનું સમાધાન ગણવું જોઈએ નહીં તેમ તેમમે કહ્યું. તેમણે જનતાને હિંસાથી દૂર રહેવાની સલાહ આપી છે. હવે આ મામલે પહેલેથી જ એક્ટિવ કંગની રનૌતની બહેન રંગોલી ચંદેલે પણ ટ્વીટ કરી છે. 
અમદાવાદના પોલીસકર્મીની પીટાઈ પર રંગોલીની ટ્વીટ- તે જોઈ રહ્યો છે... ઉપરવાળો નહીં ગુજરાતવાળો

નવી દિલ્હી: દેશના અનેક શહેરોમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ચારે બાજુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જેને લઈને રજનીકાંતે પણ ટ્વીટ કરી અને હિંસા તથા રમખાણોને કોઈ પણ મુદ્દાનું સમાધાન ગણવું જોઈએ નહીં તેમ તેમમે કહ્યું. તેમણે જનતાને હિંસાથી દૂર રહેવાની સલાહ આપી છે. હવે આ મામલે પહેલેથી જ એક્ટિવ કંગની રનૌતની બહેન રંગોલી ચંદેલે પણ ટ્વીટ કરી છે. 

રંગોલીએ વિવેક રંજન અગ્નિહોત્રીની એક ટવીટ રીટ્વીટ કરી છે. જેમાં ફોટો પણ છે. એક પોલીસકર્મી ભાગતો ભાગતો પડી જાય છે અને ભીડ પીટવા લાગે છે. આ ટ્વીટ રીટ્વીટ કરતા રંગોલીએ લખ્યું કે કરી લો જેટલા રમખાણો કરવા હોય તેટલા, કરી લો જેટલા જુલ્મ માસૂમો પર કરવા હોય. તે જોઈ રહ્યો છે, ઉપરવાળો નહીં, ગુજરાતવાળો. 

— Rangoli Chandel (@Rangoli_A) December 20, 2019

રંગોલીની ટ્વીટ પર  ખુબ કોમેન્ટ આવી રહી છે. અંકુશે લખ્યું કે જે લોકો પોલીસકર્મીઓની ઈજ્જત નથી કરતા તેમના પર શરમ આવે છે. એકે લખ્યું કે બધાનો હિસાબ થશે. કે જે અગ્રવાલે કહ્યું કે લોકો પોલીસને કેમ ટારગેટ કરી રહ્યાં છે તે તો ફક્ત પોતાની ડ્યૂટી  કરી રહ્યાં છે. કેટલાક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યાં છે કે આ જ તેમનો સાઈલેન્ટ પ્રોટેસ્ટ છે. પ્રોટેસ્ટ કરવો જ હોય તો કરો પરંતુ પોલીસ સાથે આવું કેમ કરો છો. અનેક યૂઝર તો આઈ સપોર્ટ ગુજરાત પોલીસ લખતા જોવા મળ્યાં. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ગુજરાતના અમદાવાદના અનેક વીડિયો સામે આવ્યાં છે. જેમાં ઉપદ્રવીઓ પોલીસના વાહન અને પોલીસ પર પથ્થર મારતા જોવા મળી રહ્યાં છે. એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બસની પાછળ જ કેટલાક પોલીસકર્મીઓ અને પોલીસના વાહનો ભાગી રહ્યાં છે. આ દરમિયાન એક પોલીસકર્મી ફસડાઈ પડે છે અને ત્યાં હાજર કેટલાક ઉપદ્રવીઓ પોલીસકર્મીની પીટાઈ શરૂ કરે છે. દરેક જણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news