આ ફોટાએ Kanika Kapoor જુઠાણાને કર્યું Exposed! વાયરલ થયો હાઇ-પ્રોફાઇલ પાર્ટીનો PHOTO

થોડા સમય પહેલાં કનિકા કપૂર (Kanika Kapoor)એ જાણકારી આપી હતી કે લંડનથી લખનઉ ઉતર્યા બાદ લગભગ 30 લોકોના પરિવારના એક ગ્રુપમાં સામેલ થઇ હતી, જ્યારે તેમના પિતા રાજીવ કપૂરે સ્પષ્ટ કર્યું હતું કે કમિકા ઓછામાં ઓછી 3 પાર્ટીઓમાં સામેલ થઇ હતી, જેમાં લગભગ 400 લોકો સામેલ થયા હતા. તો બીજી તરફ શુક્રવારે કનિકા કોરોના વાયરસ (CoronaVirus)ના ટેસ્ટમાં પોઝિટીવ જોવા મળ્યો છે.
આ ફોટાએ Kanika Kapoor જુઠાણાને કર્યું Exposed! વાયરલ થયો હાઇ-પ્રોફાઇલ પાર્ટીનો  PHOTO

નવી દિલ્હી: થોડા સમય પહેલાં કનિકા કપૂર (Kanika Kapoor)એ જાણકારી આપી હતી કે લંડનથી લખનઉ ઉતર્યા બાદ લગભગ 30 લોકોના પરિવારના એક ગ્રુપમાં સામેલ થઇ હતી, જ્યારે તેમના પિતા રાજીવ કપૂરે સ્પષ્ટ કર્યું હતું કે કમિકા ઓછામાં ઓછી 3 પાર્ટીઓમાં સામેલ થઇ હતી, જેમાં લગભગ 400 લોકો સામેલ થયા હતા. તો બીજી તરફ શુક્રવારે કનિકા કોરોના વાયરસ (CoronaVirus)ના ટેસ્ટમાં પોઝિટીવ જોવા મળ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક હાઇ-પ્રોફાઇલ પાર્ટીમાંથી તેમનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં કનિકા ભાજપના મંત્રી દુષ્યંત સિંહ, તેમની પત્ની નિહારિક રાજે, તેમના પુત્ર વિનાયક સિંહ, જે 10મા ધોરણમાં અભ્યાસ કરે છે, આ સાથે જ ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપ સિંહની પત્ની વસુંધર સિંહ, યૂપીના સીએમ અકબર ડંપીનો ભત્રીજો આદીલ અહમદ છે. જતિન પ્રસાદની પત્ની નેહા પ્રસાદ અને રામપુર નવાબની પુત્રીઓ પણ સાથે જોવા મળી રહી છે. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અમારી સહયોગી વેબસાઇટ ડીએનએમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર કનિકા 15 માર્ચના રોજ આ હાઇ-પ્રોફાઇલ પાર્ટીમાં સામેલ થઇ હતી. તો બીજી તરફ કનિકા કપૂર પર કોરોનાની જાણકારી છુપાવવાના આરોપમાં લખનઉના સરોજિની નગર પોલીસ મથકમાં એફઆઇઆર નોંધાઇ છે. લખનઉ સીએમઓ નરેન્દ્ર અગ્રવાલ તરફથી કનિકા કપૂર વિરૂદ્ધ આઇપીસીની કલમ 188, 269, 270 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો 15 માર્ચના રોજ કનિકા લંડનથી લખનઉ આવી હતી અને એરપોર્ટ પર એરપોર્ટ કર્મીઓની મિલીભગતથી વોશરૂમમાં સંતાઇને નિકળી ગઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news