મુસ્લિમ એક્ટરે મોદી સરકારને કરી અપીલ, પાકિસ્તાનના હિંદુઓને મળે ભારતીય નાગરિકત્વ !

ભારત (India) પાકિસ્તાન (Pakistan) વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાં ગેર ઇસ્લામિક લોકો પર અત્યાચારના સમાચાર આવી રહ્યા છે. આ સંજોગોમાં બોલીવુડના (Bollywood) મુસ્લીમ (Muslim) એક્ટરે (Actor) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટી અપીલ કરી છે. પાકિસ્તાનમાં રહેતા ગેર ઇસ્લામિક હિન્દુ (Hindu) લોકો માટે ભારતીય નાગરિકત્વની વાત કરી છે. 

મુસ્લિમ એક્ટરે મોદી સરકારને કરી અપીલ, પાકિસ્તાનના હિંદુઓને મળે ભારતીય નાગરિકત્વ !

નવી દિલ્હી : પાકિસ્તાનમાં ગેર ઇસ્લામિક લોકો પર અત્યાચારના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચારોથી બોલિવૂડનો એક એક્ટર બહુ અપસેટ છે. તેણે હવે મોદી સરકારને પાકિસ્તાનના ગેર ઇસ્લામિક લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની અપીલ કરી દીધી છે. આ અપીલને કારણે તેઓ ટ્વિટર પર છવાઈ ગયા છે. 

બોલિવૂડ એક્ટર કમાલ આર ખાન (Kamaal R Khan) હંમેશા ટ્વિટર પર એક્ટિવ રહે છે. તે મોટાભાગના રાજકીય મુદ્દાઓ પર પોતાનો પ્રતિભાવ આપતો રહે છે. હવે KRK એક નવા કારણથી ચર્ચામાં છે. એક સમયે પીએમ મોદીનો વિરોધ કરનાર KRKએ મોદી સરકારને માનવીય અપીલ કરી છે. 

— KRK (@kamaalrkhan) September 3, 2019

આ ટ્વિટમાં KRKએ ભારત સરકારને સંબોધન કરીને ભાવુક સંદેશો લખ્યો છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, "હું ભારત સરકારને અપીલ કરું છું કે પાકિસ્તાનમાં રહેતા હિંદુ, સિખ અને ઇસાઇ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપી દે જેથી એ લોકો આરામથી રહી શકે. તેઓ પાકિસ્તાનમાં આરામથી નથી રહી શકતા. 

કમાલ આર ખાન (Kamaal R Khan)ને ફિલ્મ દેશદ્રોહીથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. આ પછી તે સલમાનના શો બિગ બોસ 3માં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. હવે તે પોતાના ફિલ્મ રિવ્યુને કારણે ચર્ચામાં છે. તેનો સાહો (Saaho)નો રિવ્યુ જબરદસ્ત વાઇરલ થઈ છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news