Video : મલાઇકાએ જે એક્સરસાઇઝ કરી બતાવી છે એ કરવાનું વિચારીને જ છૂટી જશે પરસેવો

બોલિવૂડ સ્ટાર મલાઇકા અરોરા પોતાની ફિટનેસને કારણે ફેમસ છે

Video : મલાઇકાએ જે એક્સરસાઇઝ કરી બતાવી છે એ કરવાનું વિચારીને જ છૂટી જશે પરસેવો

મુંબઈ : બોલિવૂડ સ્ટાર મલાઇકા અરોરા પોતાની ફિટનેસને કારણે ફેમસ છે. હાલમાં ઇન્ટરનેટ પર મલાઇકાનો લેટેસ્ટ ફિટનેસ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં મલાઇકા જબરદસ્ત વર્કઆઉટ કરતી જોવા મળે છે. આ એક્સરસાઇઝમાં તેનું શરીર જબરદસ્ત ફ્લેક્સિબલ લાગે છે. ટાઇટ શોર્ટ, સ્પોર્ટસ બ્રા તેમજ લો બનમાં મલાઇકા જબરદસ્ત ઉિટ લાગે છે. આ વીડિયોમાં તેણે પોતાની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિતને સમર્પિત કરી છે. 

બોલિવૂડની સુપરસ્ટાર મલાઇકા અરોરા પોતાની સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે. સામાન્ય રીતે વય વધતા વ્યક્તિની ફિટનેસ ઘટે છે પણ મલાઇકા મામલે વાત અલગ છે. મલાઇકાની જેમજેમ વય વધી રહી છે તેમતેમ તે વધારે ફિટ દેખાઈ રહી છે. મલાઇકા નિયમિત રીતે બાંદરા જિમની બહાર તેના વર્કઆઉટ સેશન પછી દેખાય છે. આ સમયે ક્લિક થયેલી મલાઇકાની તસવીરો તે કેટલી ફિટ છે એ વાતનો પુરાવો છે.

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઇકા પોતે ફિટનેસને જાળવવા માટે આકરી મહેનત કરે છે.  મલાઇકા કહે છે કે તે ખુદને હાઇડ્રેટ રાખવા માટે શાકભાજી જ્યૂસ પીએ છે, ખૂબ પાણી પીએ છે અને નારિયેળ પાણી પણ લે છે. તે ગ્રીન ટી પણ પીએ છે. ત્રણ વખત ભારે ખાવાનું ખાવાના બદલે તે થોડા થોડા સમયે કંઇક ને કંઇક ખાતી રહે છે. તે વધુ પડતું તળેલું, વધુ મીઠાં અને ખાંડવાળું ખાવાનું ખાતી નથી. મલાઇકા પોતાનું જમવાનું એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલમાં બનાવવાનું પસંદ કરે છે. તે રાત્રે ક્રેબ્સ ખાતી નથી અને 7.30 પહેલાં ડિનર લઇ લે છે, એટલું જ નહિ તે અઠવાડિયામાં ત્રણ વાર વર્કઆઉટ કરે છે. વર્કઆઉટ દરમિયાન તે કિક બોક્સિંગ, ફ્રી વેઇટ અને બોડી વેઇટ સાથે યોગ કરવાનું પસંદ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news