તામિલનાડુની અનુકૃતિ બની મિસ ઇન્ડિયા, લાગે છે પરી જેવી સુંદર
આ સ્પર્ધાનું આયોજન મુંબઈમાં થયું હતું
Trending Photos
નવી દિલ્હી : ફેમિલા મિસ ઇન્ડિયા 2018નું પરિણામ આવી ગયું છે. મિસ ઇન્ડિયા 2018નો ખિતાબ તામિલનાડુની અનુકૃતિ વાસે જીતી લીધો છે. અનુકૃતિએ 29 સ્પર્ધકોને હરાવીને આ ખિતાબ જીત્યો છે. મોડી રાત સુધી ચાલેલી આ સ્પર્ધામાં મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે અનુકૃતિને તાજ પહેરાવ્યો હતો.
મુંબઈમાં આયોજિત આ સ્પર્ધામાં હરિયાણાની મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર અપ અને આંધ્ર પ્રદેશની શ્રેયા રાવ સેકન્ડ રનર અપ બની છે. આ સિવાય ટોપ 5માં દિલ્હીની ગાયત્રી ભારદ્વાજ તેમજ ઝારખંડની સ્ટેફી પટેલ પણ શામેલ છે.
TOP 5 of @fbb_india @ColorsTV @feminamissindia 2018 finale
Gayatri Bhardwaj - Miss India Delhi
Meenakshi Chaudhary - Miss India Haryana
Stefy Patel - Miss India Jharkhand
Anukreethy Vas - Miss India Tamil Nadu
Shreya Rao Kamavarapu - Miss India Andhra Pradesh #MissIndiaFinale pic.twitter.com/BaN0pbshzH
— Miss India (@feminamissindia) June 19, 2018
સ્પર્ધાની ઓપનિંગમાં બોલિવૂડ સ્ટાર્સે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. આ સ્પર્ધાની વિજેતા અનુકૃતિ પ્રોફેશનલ ખેલાડી અને ડાન્સર છે. તે પોતાની માતાનું સપનું કરવા માટે ફ્રેન્ચમાં બીએ કરી રહી છે. અનુકૃતિને બાઇક ચલાવવાનું પસંદ છે અને સુપરમોડલ બનવા ઇચ્છે છે.
આ સ્પર્ધાની જજ પેનલમાં બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા, એક્ટર બોબી દેઓલ, કુણાલ કપૂર, ક્રિકેટર ઇરફાન પઠાણ અને કે.એલ. રાહુલ શામેલ થયા છે. આ સિવાય 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર પર હાજર હતી. આ કાર્યક્રમનું હોસ્ટિંગ કરણ જોહર અને આયુષ્યમાન ખુરાનાએ કર્યું છે. હવે અનુકૃતિ 2018માં મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે