સલમાનના જીવન પર મોટો ખતરો, મુંબઈ પોલીસ હાઇ એલર્ટ પર

સુપરસ્ટાર સલમાન ખાન પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jun 13, 2018, 07:51 PM IST
સલમાનના જીવન પર મોટો ખતરો, મુંબઈ પોલીસ હાઇ એલર્ટ પર

મુંબઈ : સુપરસ્ટાર સલમાન ખાન પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે. થોડા સમય પહેલા આ ગેંગસ્ટરે સલમાનને જાનની મારી નાખવાની ધમકી આપી હતી અને આ જ સંદર્ભમાં હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ બિશ્નોઈ ગેંગના કુખ્યાત ગુર્ગે સંપત નેહરાને અરેસ્ટ કરી લીધો છે.

હવે ગિરફ્તારી બાદ સલમાનની હત્યાના ષડયંત્ર અંગે ખુલાસો થયો છે, જે ખૂબ ચોંકાવનારો છે. અસલમાં બિશ્નોઈ ગેંગે નેહરાને સલમાન પર બારીક નજર રાખવાનો આદેશ આપ્યો હતો. સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટનો સર્વે કરવાથી લઈને સલમાન પર હુમલો કરવા સુધી જવાબદારી સંપત નેહરાને આપવામાં આવી હતી. 

શાહરૂખ સાથે ધમાકેદાર ફિલ્મ આપનાર હિરોઇન થઈ ગઈ છે 'આવી', લેટેસ્ટ Pic જોવા કરો ક્લિક

આ મામલામાં સંપત નેહરાની ધરપકડ થઈ છે પણ તેના ત્રણ સાથીદારો રાજુ, અક્ષય અને અંકિત હજુ પોલીસના હાથમાં આવ્યા નથી. આ ત્રણેય શાર્પશૂટર છે. પોલીસને આશંકા છે સલમાન હજી આ ત્રણેયના ટાર્ગેટ પર છે, અને એટલે જ પોલીસે સલમાનની સુરક્ષા વધારી દીધી છે. હાલમાં આ મામલે પોલીસ હાઇ એલર્ટ પર છે. આ મામલામાં સલમાનના પિતા સલીમ ખાને જણાવ્યું હતું કે, સલમાનને મળેલી ધમકી ચિંતાનો વિષય નથી, પણ સલમાનની સલામતી બાબતે તેમને ચિંતા થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમને મુંબઈ પોલીસમાં વિશ્વાસ છે અને તે તેની ફરજ સારી રીતે નિભાવી રહી છે.

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...