સ્ટેજ પર એક ગીત અને નેહા કક્કડ રોવા માંડી ધ્રુસકે ધ્રુસકે...જુઓ video

કારકિર્દીની દૃષ્ટિએ અત્યારે નેહા કક્કડનો સુર્ય મધ્યાહને તપી રહ્યો છે

સ્ટેજ પર એક ગીત અને નેહા કક્કડ રોવા માંડી ધ્રુસકે ધ્રુસકે...જુઓ video

મુંબઈ : કારકિર્દીની દૃષ્ટિએ અત્યારે નેહા કક્કડનો સુર્ય મધ્યાહને તપી રહ્યો છે પણ એની પર્સનલ લાઇફ ડામાડોળ છે. નેહા હિમાંશ કોહલી સાથેના બ્રેકઅપમાંથી હજુ પણ બહાર નથી આવી શકી. ગઈકાલે એક રિયાલિટી શોમાં તે જજ તરીકે ગઈ હતી ત્યારે કંઈક એવું થયું હતું કે નેહા પોતાના બોયફ્રેન્ડ હિમાંશને યાદ કરીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી.

આ શોમાં એક સ્પર્ધક નેહાના ઈમોશનલ લવ સોન્ગ પર ડાન્સ કરી રહી રહી હતી ત્યારે નેહાને પોતાના બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથેના બ્રેક અપની યાદ આવી ગઈ હતી અને તે ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી હતી. પરફોર્મન્સ પૂરુ થયા બાદ નેહાએ કહ્યું કે, “લાઈફ મુશ્કેલ છે. મારી સાથે ભૂતકાળમાં ઘણુબધુ થઈ ચૂક્યું છે અને લોકો જ્યારે તમને એ બાબતે જજ કરે ત્યારે ઘણુ વધારે દુઃખ થાય છે. મારા મા-બાપે મારો સારો ઉછેર કર્યો છે અને મેં ક્યારેય કોઈને દુઃખ નથી પહોંચાડ્યુ.”

નેહા એક્ટર હિમાંશ કોહલી સાથે રિલેશનમાં હતી. ત્રણ મહિના પહેલા જ નેહાને ઈન્ડિયન આઈડલ 10ના સેટ પર હિમાંશુએ પ્રપોઝ કર્યું હતું. બંને ચાર વર્ષથી એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. આ બાદ બંને ઘણીવાર સાથે જોવા મળ્યા. જોકે થોડા દિવસોથી નેહાની પોસ્ટમાં જોવા મળે છે કે બ્રેકઅપથી તે ખરાબ રીતે ભાંગી પડી હતી. બંનેએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકબીજાને અનફોલો કરી દીધા હતા. નેહાએ ઘણીબધી ઈન્સ્ટા સ્ટોરી દ્વારા પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. નેહાએ લખ્યું કે, ‘મને ખબર નહોતી કે દુનિયામાં આટલા ખરાબ લોકો પણ રહે છે… બધુ ગુમાવીને ભાનમાં હવે આવ્યા, તો શું કર્યું…’ બીજી પોસ્ટમાં નેહાએ લખ્યું છે કે, ખબર છે કે બધા લોકો હવે આ વિશે વાત કરવા લાગ્યા છે. લોકો મારા વિશે મત વ્યક્ત કરશે. કેટલાક તો એવું પણ કહેશે જે મેં કર્યું પણ નથી. પરંતુ કોઈ વાત નહીં આ બધુ સાંભળવાની અને સહન કરવાની હવે મને આદત પડી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news