ટોચની એક્ટ્રેસે કરી લીધા સિક્રેટ મેરેજ? ફોટાએ ફોડી દીધો ભાંડો !
હાલમાં બોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે
Trending Photos
મુંબઈ : હાલમાં બોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. હાલમાં અનુષ્કા શર્માએ ધુમધડાકાથી લગ્ન કર્યા હતા અને સોનમ તેમજ દીપિકાના લગ્નની છડેચોક તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એક ટોચની એક્ટ્રેસના સિક્રેટ લગ્નની જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ હિરોઇન છે પ્રિયંકા ચોપડા.
પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરી છે અને આ તસવીરે તેનો ભાંડો ફોડી દીધો છે. આ ફોટામાં પ્રિયંકાના હાથમાં મંગળસૂત્ર પહેરેલું દેખાય છે. જેના કારણે મીડિયામાં સવાલો ઊભા થયા છે કે શું પ્રિયંકાએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. જો કરી લીધા હોય તો કોણ છે આ વ્યક્તિ અને જો લગ્ન નથી કર્યા તો પ્રિયંકાએ મંગળસૂત્ર કેમ પહેર્યું છે?
પ્રિયંકા છેલ્લા બે વર્ષથી હોલિવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. નોંધનીય છે કે લગ્નને લઈને પ્રિયંકાએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું. પ્રિયંકાએ કહ્યું હતું કે, મારા માટે લગ્ન અને બાળકો બહુ મોટી જવાબદારી સમાન છે. મને લગ્નમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું ઘણાં બધા બાળકોને જન્મ આપવા માંગું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે