પંજાબી સિંગરે ભગતસિંહના લુકમાં શેર કરી સોનૂ સૂદની તસ્વીર, થઇ રહી છે વાયરલ

બોલિવુડ અભિનેતા સોનૂ સુદ (Sonu Sood) જે પ્રકારે પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યા છે, તેની ચોતરફથી વખાણ થઇ રહ્યા છે. લોકો સોનૂસૂદની પ્રશંસા કરી રહ્યા છે. હવે પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ  (Guru Randhawa)સોનુ સુદની તુલના ભગત સિંહ (Bhagat Singh) સાથે કરી છે. એટલું જ નહી, તેમણે એક તસ્વીર પણ શેર કરી છે, જેમાં સોનૂ સૂદ ભગતસિંહનાં લુકમાં જોવા મળી રહ્યો છે.

Updated By: May 31, 2020, 11:56 PM IST
પંજાબી સિંગરે ભગતસિંહના લુકમાં શેર કરી સોનૂ સૂદની તસ્વીર, થઇ રહી છે વાયરલ

નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા સોનૂ સુદ (Sonu Sood) જે પ્રકારે પ્રવાસી મજૂરોની મદદ કરી રહ્યા છે, તેની ચોતરફથી વખાણ થઇ રહ્યા છે. લોકો સોનૂસૂદની પ્રશંસા કરી રહ્યા છે. હવે પંજાબી સિંગર ગુરૂ રંધાવાએ  (Guru Randhawa)સોનુ સુદની તુલના ભગત સિંહ (Bhagat Singh) સાથે કરી છે. એટલું જ નહી, તેમણે એક તસ્વીર પણ શેર કરી છે, જેમાં સોનૂ સૂદ ભગતસિંહનાં લુકમાં જોવા મળી રહ્યો છે.

કર્ણાટકમાં ફરીથી રાજકીય સંકટ! ડેપ્યુટી CMએ નારાજગી અંગે આપ્યો આવો જવાબ

ગુરૂ રંધાવાએ ઇંસ્ટાગ્રામ પર આ તસ્વીર શેર કરતા લખ્યું કે, પ્રેમ અને સન્માન સોનૂ પાજી, તમારી પાસેથી ઘણુ શીખવા મળ્યું. આ પહેલા પણ ગુરૂ રંધાવાએ ટ્વીટર પર એખ સોનુ સુદનો વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ પ્રવાસીઓને બસમાં બેસાડતા જોવા મળ્યા હતા.

કાલથી શરૂ થશે 200 વિશેષ ટ્રેન, RAC અને વેટિંગ લિસ્ટ માટે બનાવાયા છે ખાસ નિયમ

ગુરૂ રંધાવાએ ભગત સિંહનાં લુકમાં સોનુ સુદની જે તસ્વીર શેર કરી છે તે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીર 2012માં આવેલી તેમની ફિલ્મ શહીદ એ આઝમનો છે. ફિલ્મનાં નિર્દેશક સુકુમાર હતા. આ ફિલ્મમાં સોનુએ ભગતસિંહનું પાત્ર નિભાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં સોનુ સુદ મુંબઇમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને અલગ અલગ રાજ્યોમાં તેમનાં ગૃહનગર સુધી જવામાં મદદ કરી રહ્યા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Love and Respect @sonu_sood paji. So much to learn from you 🙏🙏

A post shared by Guru Randhawa (@gururandhawa) on

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube