રાખી સાવંતને દાન કરવા છે એના સ્તન! Videoમાં કરી જાહેરાત

રાખી સાવંત પોતાના વિવાદીત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

Updated By: Sep 23, 2018, 03:35 PM IST
રાખી સાવંતને દાન કરવા છે એના સ્તન! Videoમાં કરી જાહેરાત

મુંબઈ : એક્ટ્રેસ રાખી સાવંત કોન્ટ્રોવર્સી ક્વિન તરીકે ઓળખાય છે અને ફરી તેણે આ વાત સાબિત કરી બતાવી છે. હાલમાં તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો નાખ્યો છે જેમાં તેણે અંગદાનની વાત કરી છે. જોકે તેના આ નિવેદન પછી આખો વિવાદ ઉભો થઈ ગયો છે.

થોડા કલાકો પહેલાં રાખીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે કહે છે કે ''દુનિયામાં એવા મહાન લોકો છે જે પોતાના શરીરના અલગઅલગ અંગદાન કરે છે. કોઈ પોતાની આંખોનું દાન કરે છે તો કોઈ ફેફસાંનું. મારી પાસે બીજું તો કંઈ નથી પણ હું મારા સ્તનનું દાન કરવા માગુ છું.''

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakhi Sawant Official (@rakhisawant2511) on

રાખી સાવંતે ખુલ્લેઆમ સ્વીકાર કર્યો્છે કે તેણે બ્રેસ્ટ એન્હાસમેન્ટ સર્જરીકરાવી છે પણ 2010માં તેણે દાવો કર્યો હતો કે તેણે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમુવ કરાવી દીધા છે. રાખીની વાતને મજાકમાં ન લેવામાં આવે તો મેડિકલ સાઇન્સની મદદથી બ્રેસ્ટ ટિશ્યૂ ડોનેટ કરવાનું સંભવ છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા દાન કરવામાં આવેલા બ્રેસ્ટ ટિશ્યૂ કેન્સરના દર્દીઓના ઉપચારમાં કામ આવે છે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...